દેવગઢ બારીયા તાલુકાના અંતેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આર કે એસ કે પ્રોગ્રામ અંતર્ગત એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ઉજવણી કરવામાં આવી.

દાહોદ ૦૭

દેવગઢ બારીયા તાલુકાના અંતેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આર કે એસ કે પ્રોગ્રામ અંતર્ગત એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ઉજવણી કરવામાં આવી

આજરોજ દેવગઢ બારીયા તાલુકા ના અંતેલા પી .એચ .સી. ના ડાંગરિયા અને રૂવાબારી-૧, રૂવાબારી- ૨, ભૂલર સબ સેન્ટર ખાતે માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ઉદય ટીલાવત અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ગિરિવરસિંહ બારિયા,અને આર.સી.એચ ઓફિસરશ્રી ડો.અશોક ડાભી તેમજ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ કલ્પેશ બારીયાના માર્ગદર્શન હેઠળ આર. કે .એસ. કે પ્રોગ્રામ અંતર્ગત પિયર એજ્યુકેટર કીટ વિતરણનો કાર્યક્રમ ડો. એમ .એન .આલમ , મેડિકલ ઓફિસરશ્રી, પી.એસ.સી અંતેલા દ્વારા કરવામાં આવ્યો. જેમાં મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર આલમ સર દ્વારા કિશોર કિશોરીઓને એનિમિયા કિશોર અવસ્થામાં થતા બદલાવ તેમજ લગ્નની ઉંમર અને કિશોર અવસ્થા દરમિયાન સ્વચ્છતા વગેરે વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
👉 પોષણયુક્ત આહાર વિશે સમજૂતી આપવામાં આવી
👉 એનિમિયા તેમજ આયનફોલિક ની ગોળીઓ વિશે સમજૂતી આપવામાં આવી
👉 માસિક દરમિયાન થતી તકલીફો તેમજ માસિક સ્વચ્છતા વિશે સમજૂતી આપવામાં આવી
👉 સિકલ સેલ કાઉન્સેલર દ્વારા સિકલ સેલ એનિમિયા વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી. એચ .આઈ .વી /ટી .બી વિશે સમજૂતી આપવામાં આવી હતી.
અને road સેફટી વિશે પણ સમજાવવામાં આવ્યું હતું.
👉 લગ્ન કરવાની ઉંમર વિશે સમજૂતી આપવામાં આવી હતી.
તમાકુ થી થતા નુકશાન વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી તેમજ વાહકજન્ય રોગો અને ચેપી અને બિન ચેપી રોગ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું
આવેલ તમામ પીયર એજયુકેટર ને આઈ .કાર્ડ , ટીશર્ટ, ટોપી બોટલ, સ્કૂલ બેગ, કંપાસ બોક્ષ નું વિતરણ કરવામાં આવ્યું હતું. એડોલેસન કાઉન્સિલર દ્વારા તમામ પિયર એજ્યુકેટરને આર. કે. એસ. કે પ્રોગ્રામ અને એજ્યુકેટર ની ભૂમિકા તેમજ ગૌરવી દિવસ વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી.
જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર, એડોલેસન્ટ કાઉન્સેલર ,સી.એચ.ઓ તેમજ તમામ સ્ટાફ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!