દાહોદમાં વધુ ૨૯ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે કુલ આંકડો ૧૩૧૭ને પાર
અનવરખાન પઠાણ / ગગન સોની
દાહોદ, તા.૯
દાહોદ જિલ્લામાં આજે વધુ ૨૯ કોરોના દર્દીઓના સમાવેશ સાથે દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે ફરી કોરોનાએ માથુ ઉચકતા લોકોમાં ફરી ફફડાટનો માહોલ જાેવા મળ્યો હતો. આજના ૨૯ કેસો મળી દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૩૧૭ ને પાર કરી ગયો છે જેમાંથી આજે વધુ ૧૦ દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં હવે એક્ટીવ કેસો ૧૭૩ રહેવા પામ્યા છે.
આજના ૨૯ કોરોના દર્દીઓ પૈકી (૧) અનીલકુમાર ચુલાભાઈ ભગત (ઉ.રર રહે. પીએસપી દાહોદ), (ર) રાધિકાબેન નંદકિશોરભાઈ પવાર (ઉ.ર૧ રહે. જલારામ પાર્ક દાહોદ), (૩) પ્રદીપભાઈ જવસીહભાઈ સોલંકી (ઉ.રપ રહે. ગામતળ ફળીયા વિજાગઢ દાહોદ), (૪) નરેશભાઈ તેરસીંગભાઈ કટારા (ઉ.૩૮ રહે. સુખસર ફતેપુરા), (પ) સડીયા સાજીદભાઈ કુરેશી (ઉ.૪પ રહે. ચાકલીયા રોડ દાહોદ), (૬) સાહિલ મકસુદભાઈ પઠાણ (ઉ.૧૭ રહે. ચાકલીયા રોડ દાહોદ), (૭) શિરીનબેન હન્નાનભાઈ દાલરોટીવાલા (ઉ.પ૪ રહે. ગોદી રોડ દાહોદ), (૮) ભરતભાઈ ધિરજલાલ પટેલ (ઉ.પપ રહે. પુરબીયાવાડ દાહોદ), (૯) હર્ષાબેન ભરતભાઈ પટેલ (ઉ.પ૪ રહે. પુરબીયાવાડ દાહોદ), (૧૦) સુશીલાબેન નંદકિશોર પવાર (ઉ.પ૦ રહે. ગોધરા રોડ દાહોદ), (૧૧) રમલીબેન સોપડા (ઉ.૬૩ રહે. સાકરદા દાહોદ), (૧ર) હરસીંગ મહાવેર (ઉ.૬૬ રહે. જલારામ પાર્ક દાહોદ), (૧૩) રાજેશકુમાર રામદેવ પ્રસાદ (ઉ.ર૪ રહે. પીએસપી દાહોદ), (૧૪) પ્રજાપતિ પ્રવીણ પી (ઉ.૩પ રહે. સીએચસી નજીક પીપલોદ દે.બારીયા), (૧પ) નાઈ અનીલકુમાર દેવીલાલ (ઉ.૩૩ રહે. કરોડીયા ઉખરેલી રોડ ફતેપુરા), (૧૬) ભાલીયા પ્રેમકુમાર દીલીપભાઈ (ઉ.૧૯ રહે. ફતેપુરા સરકારી ફળીયુ), (૧૭) પટેલ મહેન્દ્ર ઝેડ (ઉ.૩૩ રહે. નિશાળ ફળીયુ વાડોદર દે.બારીયા), (૧૮) ચોૈહાણ મનીષાબેન મહેશભાઈ (ઉ.૩ર રહે. ગામતળ ફળીયા નવાગામ દાહોદ), (૧૯) ચોૈહાણ સાંતાબેન રણછોડભાઈ (ઉ.૩પ રહે. ગામતળ ફળીયા નવાગામ દાહોદ), (ર૦) હરિશભાઈ ઓચ્છવલાલ ભાટીયા (ઉ.પ૦ રહે. આશિર્વાદ સોસાયટી ગોવીંદનગર દાહોદ), (ર૧) અગ્રવાલ બાબુલાલ રામદયાલ (ઉ.પ૭ રહે. ભાગ્યોદય સોસાયટી ગોદી રોડ દાહોદ), (રર) ભાભોર કૈલાશબેન ગોવીંદભાઈ (ઉ.૩૪ રહે. હિંદોલીયા ફતેપુરા), (ર૩) રાઠોડ પુજાબેન મોહનલાલ (ઉ.૩૦ રહે. પંડ્યા ફાર્મ દાહોદ), (ર૪) ચોૈહાણ દિનેશભાઈ ગોકળભાઈ (ઉ. ગામતળ ફળીયા નવાગામ દાહોદ), (રપ) પટેલ પંથ હિરેનભાઈ (ઉ.ર૧ રહે. મુવાડા ઝાલોદ), (ર૬) પ્રજાપતિ નરેશભાઈ લાલુભાઈ (ઉ.૩૮ રહે. કુંભારવાડા ઝાલોદ), (ર૭) સોની અશોકલાલ જશવંતભાઈ (ઉ.૬૪ રહે. બજાર શેરી દે.બારીયા), (ર૮) સોની પન્નાબેન અશોકભાઈ (ઉ.પ૪ રહે. બજાર શેરી દે.બારીયા), (ર૯) અમલીયાર પ્રદીપભાઈ ભીમાભાઈ (ઉ.૪૬ રહે. અમલીયાર ફળીયા મીરાખેડી ઝાલોદ) આમ, આજના આ ૨૯ દર્દીઓના પૈકી માત્ર ૧૮ તો દાહોદ શહેરના જ કેસ સામે આવ્યા છે. દાહોદ શહેરમાં કોરોના સંક્રમણનો પ્રકોપ જે રીતે યથાવત્ રહેવા પામ્યો તે જાેતા દાહોદ શહેરવાસીઓ હાલ ચિંતાના માહોલમાં જીવી રહી છે.
#Sindhuuday Dahod