ભારતીય જ્ઞાન પરંપરા અંતર્ગત મોરવા હ ખાતે કાર્યક્રમ યોજાયો
ભારતીય જ્ઞાન પરંપરા અંતર્ગત મોરવા હ ખાતે કાર્યક્રમ યોજાયો
શહેરા તા.૦૭
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં સપ્તધારા અંતર્ગત ભારતીય જ્ઞાન પરંપરા વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય ડો જીગ્નેશ પંડ્યા એ આવેલ તજજ્ઞ ડો મહેશ મહેતાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી પ્રાસંગિક ઉદબોધન કર્યું.ભારતીય જ્ઞાન પરંપરા એ ભારતની સાંસ્કૃતિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક વિરાસતનું એક અભિન્ન અંગ છે, જે હજારો વર્ષો જૂની પરંપરા છે.કોલેજના પ્રા ડો. કે જે રબારીએ કાર્યક્રમની પ્રાસ્તાવિક ભૂમિકા રજૂ કરી હતી.
વ્યાખ્યાનના તજજ્ઞ તરીકે શ્રીમતી સી.આર ગાર્ડી આર્ટસ કોલેજ, મુનપુરના આચાર્યશ્રી ડો મહેશ મહેતા હાજર રહ્યા હતા અને તેઓએ ભારતીય જ્ઞાનને વેદો, ઉપનિષદો, પુરાણો, બ્રાહ્મણ ગ્રંથો, જાતક કથાઓ, રામાયણ અને મહાભારતના દ્રષ્ટાંતોથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા અને ભારતીય જ્ઞાનની મહત્તા સમજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક શ્રી રાહુલ ક્રિષ્ના ગૌતમે કર્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ સપ્તધારા કો ઓર્ડીનેટર પંકજ કુમારે કરી હતી. કાર્યક્રમમાં સંસ્થાના અધ્યાપકઓ ડો.દિનેશ માછી, ડો હિતેન રાવલ, ડો અરૂણ ડામોર, સોનિયા ડામોર ડો.મેહુલ સાધુ, ડો. દેવાગ શાહ, ડો.સાયબા સતોલ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

