ટેન્કરના ચાલક સહિત બે ઈસમોની અટકાયત કરી દાહોદ એલસીબી પોલીસ : દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પરથી અધધ.. રૂપીયા ૧.૧૬ કરોડના વિદેશી દારૂના જથ્થા સાથે ટેન્કર કબજે

દાહોદ તા. ૧૪

દાહોદ તાલુકાની ખંગેલા ચેકપોસ્ટ પરથી દાહોદ એલસીબી પોલીસે એક ટેન્કરમાંથી અધધ.. રૂપીયા ૧,૧૬,૧૧,૨૯૬ના વિદેશી દારૂના જથ્થા સાથે ટેન્કરની કિંમત મળી પોલીસે કુલ રૂા.૧,૬૬,૬૬,૨૯૬ના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગતરોજ દાહોદની ખંગેલા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ટેન્કર પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટેન્કર નજીક આવતાંની સાથે ટેન્કરમાં સવાર ગણેશકુમાર પોકરામ ઓથ (જાટ) અને ભુરારામજી નાથુરામ સઉ (જાટ) (બંન્ને રહે.રાજસ્થાન) નાઓની પોલીસે પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ટેન્કરની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ટેન્કરમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ.૮૭૧ જેમાં બોટલો નંગ.૧૬૨૩૬ કિંમત રૂા.૧,૧૬,૧૧,૨૯૬ના પ્રોહી જથ્થા સાથે ટેન્કરની કિંમત મળી પોલીસે કુલ રૂા.૧,૬૬,૬૬,૨૯૬નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

2 thoughts on “ટેન્કરના ચાલક સહિત બે ઈસમોની અટકાયત કરી દાહોદ એલસીબી પોલીસ : દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પરથી અધધ.. રૂપીયા ૧.૧૬ કરોડના વિદેશી દારૂના જથ્થા સાથે ટેન્કર કબજે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!