માં શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘નવદુર્ગા નવરાત્રી મહોત્સવ નું કાર્યાલય ખુલ્લું મુકાયું

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ: માં શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ૨૦૨૫’નું કાર્યાલય આજે શુભ મુહૂર્તમાં ખુલ્લું મુકવામાં આવ્યું. આ મહોત્સવનું આ બીજું વર્ષ છે. આ ભવ્ય ગરબા મહોત્સવ ચરોતરના ખેલૈયાઓમાં આગવું સ્થાન ધરાવે છે. કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નયનાબેન પટેલ અને નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય તથા મા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પંકજભાઈ દેસાઈ, તેમજ લોકપ્રિય ગાયિકા, પલકબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોના હસ્તે જ કાર્યાલયનું શુભારંભ થયું.
બીજા વર્ષમાં પ્રવેશી રહેલા આ ગરબા મહોત્સવની ભવ્યતા અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આયોજકોએ જણાવ્યું કે ૪ લાખ સ્ક્વેર ફૂટથી વધુના વિશાળ ગ્રાઉન્ડમાં ૨૫ હજાર ખેલૈયાઓ આરામથી ગરબા રમી શકશે. ઉપરાંત, ૭ હજાર ગરબા રસિકો શાંતિથી બેસીને ગરબા નિહાળી શકે તે માટે સુંદર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ અને મુલાકાતીઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ફાયર સેફ્ટી, સમગ્ર ગ્રાઉન્ડનું CCTV કેમેરાથી નિયંત્રણ, મેડિકલ ટીમ અને હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ઉપલબ્ધતા, તેમજ ટ્રાફિક અને સુરક્ષા માટે પોલીસ ટીમની ગોઠવણનો સમાવેશ થાય છે. પાર્કિંગની પણ અલાયદી વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત, ૩૦ ફૂડ સ્ટોલ અને Youtube પર લાઈવ સ્ટ્રીમિંગની પણ સુવિધા હશે. આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, જેમાં શ્રી સંતરામ મંદિરના મહંત નિર્ગુણદાસજી મહારાજ અને  સત્ય દાસજી મહારાજ, BAPS સ્વામિનારાયણ મંદિર નડિયાદના સર્વમંગલ કોઠારી સ્વામી, અંબા આશ્રમ નડિયાદના માઇપીઠાચાર્ય  ધર્મેશ મહારાજ અને મા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના કારોબારી
પ્રજ્ઞેશભાઈ પટેલ, હેમાંગભાઈ પટેલ, નંદનભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ પટેલ,પરિન ભાઈ બ્રહ્મભટ્ટ
મનીષભાઈ પટેલ પીપલગ,જીગ્નેશ પટેલ (જીગા ભાઈ) પરાગ દેસાઈ, મયંક દેસાઈ, વિકાસ શાહ સભ્યો સહિત નડિયાદ શહેર ભાજપ પરિવાર અને ગરબા રસિકોનો સમાવેશ થાય છે.

3 thoughts on “માં શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘નવદુર્ગા નવરાત્રી મહોત્સવ નું કાર્યાલય ખુલ્લું મુકાયું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!