દાહોદમાં વધુ ૧૯ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૩૭૪ ને પાર
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લામાં આજે ઝાયડસ હોસ્પિટલના તબીબ, બે એસ.આર.પી.ના બે જવાનો, એસપીએસી સેલના ડિવાયએસપી તથા બે ફોરેસ્ટ કર્મચારીઓ સહિત કુલ ૧૯ જણાના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં કુલ એક્ટીવ કેસની સંખ્યા ૧૩૭૪ થયા છે.
આજે ૬૦૪ રેપીટ ટેસ્ટમાંથી ૭ પોઝીટીવ અને આરટીપીસીઆ ૩૦૦ ટેસ્ટમાંથી ૧૨ પોઝીટીવ મળી ૧૯ કોરોના દર્દીઓ સામે આવ્યા હતા જેમાં દાહોદ ઝાયડસ હોસ્પિટલના નોડલ ઓફિસર તથા સાચા અર્થમાં કોરોના વોરિયર્સ ર્ડા. કમલેશ નિનામાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં ઝાયડસ હોસ્પિટલ સહિત સમગ્ર દાહોદ નગરમાં ચિંતાનો માહોલ જાેવા મળ્યો હતો. કમલેશ નિનામા છેલ્લા ચાંર – પાંચ માસથી ઝાયડસ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓનો ખુબ પ્રેમથી સાર સંભાળ લઈ રહ્યા છે જેથી તેમના માટે સમગ્ર નગરમાં એક અલગ લોક ચાહના ઉભી થવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આરોગ્ય ઈન્ચાર્જ અધિકારી ર્ડા. પહાડીયાનો પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેઓ પણ સ્વસ્થ્ય થઈ પરત પોતાની ફરજ પણ હાજર થઈ ગયા હતા ત્યારે આજરોજ આવેલ ર્ડા. કમલેશ નિનામા વહેલી તકે સાજા થઈ પરત પોતાની ફરજ પર હાજર થાય તેવા સંદેશાઓ સોશિયલ મીડીયામાં વહેતા થવા માંડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી હેડક્વાટર્સમાં કાર્યરત એસપીએસી સેલના ડિવાયએસપી બેન્કર હર્ષવર્ધન જયપ્રકાશ પણ આજે કોરોના પોઝીટીવ આવ્યા છે. એસ.પી. કચેરીમાં પણ કોરોનાનો પગપેસારો થતાં પોલીસ કર્મચારીઓમાં પણ ચિંતાનો માહોલ જાેવા મળ્યો હતો. અગાઉ પણ રૂરલના પી.એસ.આઈ. સહિત બીજા પોલીસ કર્મચારીઓને કોરોના થયો હતો ત્યારે આજે ૨ એસ.આર.પી. પાવડીના જવાનોનો પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. દાહોદ ફોરેસ્ટ કોલોની પણ કોરોના સંક્રમણથી બાકાત રહ્યું નથી આજના ૧૯ કોરોના પોઝીટીવ દર્દીઓની લીસ્ટમાં દાહોદ ફોરેસ્ટ ખાતાના બે કર્મચારીઓ પણ પોઝીટીવ આવતા હવે કોરોનાએ ફોરેસ્ટ કોલોનીમાં પણ પગપેસારો કર્યાે છે.
આજે વધુ ૧૪ લોકો કોરોના સામે જંગ જીતતા તેઓને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી ત્યારે એક્ટીવ કેસ ૧૮૪ રહેવા પામ્યા છે. આજના ૧૯ પોઝીટીવમાં દાહોદના ૧૩, દેવગઢ બારીઆમાં ૧, ઝાલોદમાં પાંચ તાલુકાઓના દર્દીઓના સમાવેશ થાય છે.
#Sindhuuday Dahod

