વરસતા વરસાદમાં પણ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ ફિટ ઇન્ડિયાનો સંદેશો આપ્યો.

મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી ની ઉજવણીના ભાગરૂપે દાહોદમાં

જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં સાયકલ રેલી યોજાઇ

વરસતા વરસાદમાં પણ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ ફિટ ઇન્ડિયાનો સંદેશો આપ્યો

ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે અને મેદસ્વિતા મુક્ત ગુજરાત, ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર દાહોદ દ્વારા સાયકલ રેલીનું આજે રવિવારે સવારે આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતેથી જિલ્લા કલેક્ટરે લીલી જંડી આપી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા કલેકટર સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ પણ સાઈકલ રેલીમાં જોડાયા હતા . સાયકલ રેલી છાબ તળાવથી શરૂ થઈ ભગીની સમાજ (બિરસા મુંડા ચોક), માણેકચંદ ચોક, દાહોદ નગરપાલિકા ગાંધી ચોક, નેતાજી બજાર, પડાવ, અનાજ માર્કેટ, ગોવિંદ નગર આશીર્વાદ ચોક, ઠક્કરબાપા સ્કૂલ, ચાકલીયા અંડર બ્રિજ, ગોદી રોડ બસ સ્ટેશન થઈ સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવના મુખ્ય ગેટ પાસે પરત આવતા, રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ પોતાના પ્રસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, મેદસ્વિતા ઘટાડવા માટે સાયકલિંગ કરવું એ એક પરિપૂર્ણ વ્યાયામ છે. એટલે દર રવિવારે સાઇકલિંગ કરવા માટેના નવા કોન્સેપ્ટ મૂકીએ છીએ. તેનું તમામ લોકોએ પાલન કરવું જોઈએ. જેનાથી પ્રદૂષણ પણ ઓછું થશે અને ફિટનેસ સારી રહેશે. આ સાયકલ રેલીમાં શહેરના યુવાનો, બાળકો તેમજ ૭૦ વર્ષની આસપાસની ઉંમરના લોકો મોટી સંખ્યામાં જોડાતાં તેઓને જિલ્લા કલેકટરે અભિનંદન પાઠવ્યા હતા. આ સાઇકલ રેલીમાં દાહોદ પ્રાંત અધિકારી મિલિંદ દવે, નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી, મામલતદાર પ્રદિપસિંહ ગોહિલ, જિલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા, દાહોદ ચીફ ઓફિસર હઠીલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી, પ્રાંત યુવા વિકાસ અધિકારી અશોક પટેલિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી એલ.પી. બારીયા, પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, એનસીસી અને એન. એ.એસ.ના વિદ્યાર્થીઓ, દાહોદના યુવાનો તેમજ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ ધોધમાર વરસાદમાં પણ જોડાઈને સાયકલ રેલીને સફળ બનાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!