અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત

નરેશ ગનવાણી નડિયાદ

અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે 48 પર રધવાણજ ગામ નજીક આજે સવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હાઈવે પર ઉભેલી એક આઈશર ટ્રક પાછળ અન્ય એક આઈશર ટ્રક ધડાકાભેર અથડાતાં આ ઘટના બની હતી. આ અકસ્માતમાં ટ્રક ચલાવી રહેલા ડ્રાઈવર અને ક્લીનર ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે અથડાયેલી ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. ફાયર ટીમે અંદાજે ૩૦ મિનિટની ભારે જહેમત બાદ હાઈડ્રોલિક સ્પેડર અને કટરની મદદથી કેબિનના પતરા કાપીને ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો.
અકસ્માતમાં ઘાયલ થયેલા ડ્રાઈવર અને ક્લીનરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!