ખેડા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ: ભારે વરસાદની આગાહી, તંત્ર સજ્જ
નરેશ ગનવાણી નડિયાદ

હવામાન વિભાગ દ્વારા ખેડા જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, નાગરિકોની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે અને આ માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારે વરસાદની સ્થિતિમાં લોકોને નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે:
અનાવશ્યક બહાર જવાનું ટાળો અને સુરક્ષિત સ્થળે રહો. વીજળીના તાર, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવું. કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક નજીકના સરકારી કચેરી અથવા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.
જિલ્લા પ્રશાસને જણાવ્યું છે કે વરસાદી પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ તંત્રોને સજ્જ કરી દેવામાં આવ્યા છે. નાગરિકોને સહકાર આપવા અને વહીવટી તંત્ર દ્વારા અપાયેલી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.