નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

નરેશ ગનવાણી નડિયાદ

બિહારમાં વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં, ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદ ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મહિલા મોરચાની કાર્યકર્તાઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી હતી. પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ડો. દીપિકાબેન સરવડાના સૂચન અને જિલ્લા સંગઠનના પ્રમુખ નયનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનની નડિયાદના સરદારની પ્રતિમા પાસેથી સૂત્રોચ્ચાર સાથે થઈ હતી, જ્યાંથી કાર્યકર્તાઓએ કોર્પોરેશન ગેટ સુધી રેલી કાઢી હતી. રેલી બાદ,  કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા મહિલા મોરચાની બહેનો ઉપરાંત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ અને જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નાલીનીબેન પટેલ સહિત અનેક મહિલા કાર્યકર્તાઓ જોડાયા હતા. આ વિરોધ પ્રદર્શન દ્વારા, મહિલા મોરચાએ વડાપ્રધાનના માતાનું અપમાન કરનારાઓ સામે પોતાનો વિરોધ નોંધાવી, કાયદાકીય પગલાં ભરવાની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!