ડુમરાલ ગામમાં બિફોર નવરાત્રી’નું આયોજન કરવામાં આવ્યું
નરેશ ગનવાણી

નડિયાદ તાલુકાના ડુમરાલ ગામમાં, નવરાત્રી પર્વના આગમન પૂર્વે, ‘રાત્રિ બિફોર નવરાત્રી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન નવરંગ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગરબા રસિકો ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંને ધારાસભ્યોએ મા જગદંબાની આરતી ઉતારીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે યુવા આયોજકોને આ સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા.
ડીજેના તાલે ગરબાની રમઝટ જામી હતી, જેમાં યુવક-યુવતીઓએ પરંપરાગત અને આધુનિક શૈલીના રાસ-ગરબાનો મન મૂકીને આનંદ માણ્યો હતો. નવરાત્રીના ઉત્સાહને એક સપ્તાહ વહેલો જીવંત કરવાના આ પ્રયાસને યુવાનો અને સ્થાનિક લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.


https://shorturl.fm/TUOpt
https://shorturl.fm/F5TLP