નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો ૮ પ્રશ્નોનો સકારાત્મક નિકાલ

નરેશ ગનવાણી નડિયાદ

કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં આજે નડિયાદ કલેક્ટર કચેરી ખાતે ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૮ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી અને તેનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન કલેકટર અમિત પ્રકાશ યાદવે અરજદારોની રજૂઆતોને ધ્યાનથી સાંભળી હતી. રજૂ થયેલા મુખ્ય પ્રશ્નોમાં પાણી નિકાલ, અનિયમિત વીજ પ્રવાહ, ખેતી માટે વીજ જોડાણ, સરકારી જમીનમાં દબાણ, વીજ લાઈન ખરીદવા, રોડ પર પ્લાસ્ટિક રિફ્લેકટર દૂર કરવા, ગરનાળા રીપેર કરવા અને એસ. ટી. બસ સુવિધા સહિતના મુદ્દાઓનો સમાવેશ થતો હતો.
કલેકટરએ સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલ કામગીરીની સમીક્ષા કરીને તાત્કાલિક ધોરણે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખાસ કરીને તેમણે સરકારી જમીનમાં થયેલા ગેરકાયદેસર બાંધકામોને સત્વરે દૂર કરવા પર ભાર મૂક્યો હતો. બેઠકના અંતે તમામ રજૂઆતોનો સકારાત્મક અને સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મનપા કમિશનર જી.એચ.સોલંકી, પોલીસ અધિક્ષક વિજય પટેલ, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, નિવાસી અધિક કલેકટર જે.બી.દેસાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!