નડિયાદ મહાનગરપાલિકાના વિકાસ કાર્યોની ઝાંખી: કમિશનર જી. એચ. સોલંકીની પ્રેસ કોન્ફરન્સ

નરેશ ગનવાણી નડિયાદ

મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર જી. એચ. સોલંકીની અધ્યક્ષતામાં આજે મહાનગરપાલિકા ખાતે વિકાસ કાર્યો અને આગામી આયોજનની માહિતી આપતી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કમિશનરએ સફાઈ, રસ્તાઓ, પરિવહન, તળાવ રીનોવેશન, હેરિટેજ પાથ અને સિટી સિવિક સેન્ટર જેવા અતિ મહત્વના વિષયો પર હાથ ધરાયેલી અને આયોજન હેઠળની
મુખ્ય વિકાસ કાર્યો અને આયોજન
સફાઈ અને પરિવહન: મહાનગરપાલિકા વિસ્તારમાં નવા કોન્ટ્રાક્ટના અમલ સાથે ૮૦થી વધુ વાહનો દ્વારા ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે.  શહેરમાં રસ્તાઓના સમારકામ અને સુદ્રઢીકરણ માટે ચોમાસા બાદ ₹ ૨૦ કરોડથી વધુ રકમના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડાયેલી ગ્રામ પંચાયતોમાં ₹ ૬.૯૭ કરોડના ખર્ચે ૧૧ જેટલા સિટી સિવિક સેન્ટર ઊભા કરાશે, જેથી ગ્રામજનોને નજીકના સ્થળે પ્રાથમિક જન સુવિધા મળી રહે.
કમળા, પીપલગ અને ડુમરાલ તળાવની સફાઈ માટે ₹ ૧ કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. સાથે જ, નડિયાદને પર્યટન ફ્રેન્ડલી બનાવવા માટે શહેરના મુખ્ય સ્થળોને જોડતો હેરિટેજ પાથ તૈયાર કરાશે અને ૨ વાવનું રીનોવેશન કરાશે.  ઈપ્કોવાળા ઓડિટોરિયમ પાછળ એક્ઝિબિશન સેન્ટર તૈયાર કરાશે. શહેરમાં હરિયાળી વધારવા અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટનું આયોજન છે અને રમતગમતને પ્રોત્સાહન આપવા બાસ્કેટ બોલ, વોલીબોલ અને બોક્સ ક્રિકેટની સુવિધા ઊભી કરાશે. કમિશનરએ પત્રકારઓ દ્વારા રજૂ થયેલ શિક્ષણ, ગેરકાયદેસર દબાણ અને ગટરલાઇન જેવા પ્રશ્નોને ધ્યાને લઈ તેના ઉકેલની દિશામાં કામગીરી કરવાની ખાતરી આપી હતી. તેમણે મીડિયા જગતને મહાનગરપાલિકાના વિકાસના વિઝનને જન જન સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ડેપ્યુટી કમિશનર મહેન્દ્ર દેસાઈ અને રુદ્રેશ હુદડ સહિત જિલ્લાના પત્રકારઓ ઉપસ્થિત રહ્યા હતા.

One thought on “નડિયાદ મહાનગરપાલિકાના વિકાસ કાર્યોની ઝાંખી: કમિશનર જી. એચ. સોલંકીની પ્રેસ કોન્ફરન્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!