ખેડા નજીક ખાદ્ય તેલ ભરેલું ટેન્કર પલટ્યું: લોકો ડોલ-કેરબા લઈને તેલ ભરવા દોડ્યા

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા નજીક એક માર્ગ અકસ્માતમાં પામોલિન ઓઇલ ભરેલું એક ટેન્કર પલટી જતાં હાઇવે પર ૩૨ ટન પામોલિન ઓઇલની રેલમછેલ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના મોટી સંખ્યામાં લોકો ડોલ, કેરબા અને જે હાથમાં આવ્યું તે વાસણ લઈને ઢોળાયેલું તેલ ભરવા માટે દોડી ગયા હતા. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી મુજબ કચ્છના ગાંધીધામથી ૩૨ ટન પામોલિન ઓઇલ ભરીને આ ટેન્કર નડિયાદ તરફ જઈ રહ્યું હતું. ખેડા પાસે અચાનક કોઈ પશુ આડે આવી જતાં ટેન્કરના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ટેન્કરે પલટી ખાઇ ગઇ હતી.
ટેન્કરના ડ્રાઇવર ભજનલાલે જણાવ્યું હતું કે હું મારી રીતે ટેન્કર ચલાવીને આવતો હતો, એ દરમિયાન અચાનક ઢોર આવી જતાં ગાડી અનબેલેન્સ થઇને ગ્રિલને ટકરાઇને પલટી મારી ગઇ હતી. આ ટેન્કરમાં ૩૨ ટન પામોલિન ઓઇલ ભરેલું હતું. ટેન્કર પલટ્યા બાદ હજારો લિટર પામોલિન ઓઇલ હાઇવે પર ઢોળાઈ ગયું હતું. આજુબાજુના લોકો આ વાતની જાણ થતાં જ મોટી સંખ્યામાં વાસણો લઈને તેલ ભરવા દોડી ગયા હતા. માતર પોલીસને જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ખેડા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!