નડિયાદ ટાઉન પોલીસે વાહન ચોરીના બે અનડિટેક્ટ ગુના ઉકેલ્યા, એક આરોપી ઝડપાયો

નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોર્ડ દ્વારા સઘન પેટ્રોલિંગ અને બાતમીના આધારે વાહન ચોરીના બે અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે ચોરીના એક મોટરસાયકલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
સર્વેલન્સ પો.સબ.ઈન્સ. આર.એચ. દેસાઈ અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આ.પો.કો. દશરથભાઈ પુંજાભાઈ અને આ.પો.કો. દિવ્યરાજસિંહ નીરૂભાને બાતમી મળી હતી. આ બાતમીના આધારે નડિયાદ સંતરામ મંદિરમાં એક શંકાસ્પદ ઇસમને રોકવામાં આવ્યો હતો. તેની અંગઝડતી કરતાં તેની પાસેથી બાઇક ની જૂની ચાવીઓ મળી આવી હતી.
શંકાસ્પદ ઇસમની સઘન પૂછપરછ કરવામાં આવતા તેણે ચોરીની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીનું નામ દિપક ગીરીશભાઇ કંસારા રહે. હાલ લખાવાડા. પ્રથમ ગુનો નડિયાદ ટાઉન પો.સ્ટે. આરોપીએ કબૂલ્યું હતું કે તેણે ગત તા. ૩૧/૦૫/૨૦૨૫ ના રોજ નડિયાદ શૈશવ હોસ્પિટલની બહારથી એક હોન્ડા કંપનીનું ડ્રીમ યુગા બાઈક ની ચોરી કરી હતી. આ અંગે નડિયાદ ટાઉન પો.સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલું કાળા કલરનું હોન્ડા ડ્રીમ યુગા બાઈક કબજે કર્યું છે. બીજો ગુનો નડિયાદ ટાઉન પો.સ્ટે આરોપીએ વધુમાં કબૂલ્યું હતું કે તેણે તા. ૦૯/૦૯/૨૦૨૫ ના રોજ નડિયાદ શૈશવ હોસ્પિટલની સામેથી બીજું એક હીરો કંપનીનું એચ.એફ. ડીલક્ષ બાઈક પણ ચોર્યું હતું. તેણે આ બાઈક ચકલાસી મુકામે બિનવારસી હાલતમાં મૂકી દીધેલું હોવાનું જણાવ્યું હતું. આ ગુનો પણ નડિયાદ ટાઉન પો.સ્ટેશનમાં નોંધાયેલો હતો. આમ પોલીસે વાહન ચોરીના નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના નોધાયેલ બે અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢ્યા છે. પોલીસે આરોપી દીપક કંસારા વિરુદ્ધ ઉપરોક્ત બંને ગુનાઓમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


https://shorturl.fm/k3xQt