દાહોદમાં વધુ ૧૫ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૪૭૦ ને પાર

અનવરખાન પઠાણ / ગગન સોની

દાહોદ તા.૧૮
દાહોદમાં આજે વધુ ૧૫ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૪૭૦ ને પાર થવા પામ્યો છે. આજે વધુ ૧૯ લોકોને હોસ્પિટલમાંથી રજા આપતા હવે એક્ટીવ કેસ ૧૮૦ છે.
રેપીટ ટેસ્ટના ૧૦૩૪ પૈકી પાંચ પોઝીટીવ અને આરટીપીસીઆરના ૨૩૯ પૈકી ૧૦ એમ આજે કુલ ૧૫ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થયો છે. આ ૧૫માં દાહોદના ૯, દેવગઢ બારીઆનો ૧, ઝાલોદના બે, ગરબાડાના બે અને પંચેલાનો એક એમ ૧૫ નો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી ૬૫૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આજના ૧૫ કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી (૧) શુભમ મહેશકુમાર ગડારીયા (ઉ.ર૪ રહે. પડાવ દાહોદ), (ર) જાનકીરૂસેન ફિદાહુસેનખુશાલ ગઢવાલા (ઉ.૭૦ રહે. ગોધરા રોડ દાહોદ નુરબાગ), (૩) જીનલબેન રામુભાઈ પ્રજાપતિ (ઉ.ર૧ રહે. મંડાવ રોડ દાહોદ), (૪) ર્ડા.વિણાબેન રામુભાઈ પ્રજાપતિ (ઉ.ર૪ રહે. મંડાવ રોડ દાહોદ), (પ) મુકુંદ રામુભાઈ પ્રજાપતિ (ઉ.૧૯ રહે. મંડાવ રોડ દાહોદ), (૬) કાળીબેન શીવાભાઈ પ્રજાપતિ (ઉ.૭૦ રહે. મંડાવ રોડ દાહોદ), (૭) શોભનાબેન અશ્વિનકુમાર શાહ (ઉ.૭૦ રહે. ગોવીંદનગર દાહોદ), (૮) મહેન્દ્રભાઈ કાલુરામ વાળંદ (ઉ.૬પ રહે. લીમડી ઝાલોદ દાહોદ), (૯) શાહ અજયભાઈ ગીરધરલાલ (ઉ.૪૦ રહે. ઝાલોદ ઈન્દ્રપ્રસ્થ સોસાયટી ઝાલોદ), (૧૦) પરમાર જયેશ એન (ઉ.૩૮ રહે. શાંતિ કુંજ દે.બારીયા), (૧૧) વણઝારા શંકરભાઈ બીજાભાઈ (ઉ.૪૦ રહે.ગુનીયા ફળીયુ, પંચેલા), (૧ર) રાઠોડ પંકજ પુરષોત્તમ (ઉ.૩૬ રહે. તોરણ ફળીયુ ગાંગરડા ગરબાડા), (૧૩) રાઠોડ લક્ષ્મીકાબેન પંકજભાઈ (ઉ.૩૧ રહે. તોરણ ફળીયુ ગાંગરડા ગરબાડા), (૧૪)કાપડીયા જાેયભાઈ જબીભાઈ (ઉ.૬૭ રહે. બુરહાની મોહલ્લા દાહોદ), (૧પ) રાવત પંકજ પુંજાભાઈ (ઉ.૪૧ રહે. સાંઈ દર્શન ગલાલીયાવાડ મવડી ઝોલા ફળીયુ દાહોદ).

#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!