કાઉન્સિલરો કોઈ કામ કરતા નથી: વોર્ડ નંબર સાત તથા આઠની જનતાની ફરિયાદ રોડ રસ્તા તથા સફાઈની ગંભીર સમસ્યાથી પીડાતા રહીશોની પાલિકાના પ્રમુખ સમક્ષ રજૂઆત

ગઈકાલે રોડ-રસ્તા, સફાઈ તેમજ રોડ પર ઉભરાતા ડ્રેનેજના દુર્ગંધ મારતાં ગંદા પાણીની સમસ્યાથી પીડાતા દાહોદના વોર્ડ નંબર- ૭ તથા ૮ ના નાગરિકોએ દાહોદ નગરપાલિકા કચેરી ખાતે સમૂહમાં આવી, ચીફ ઓફિસર હાજર ન હોવાથી પાલિકા પ્રમુખને ઉપરોક્ત સમસ્યાના સત્વરે નિરાકરણ માટે રજૂઆત કરી હતી. અને પાલિકા પ્રમુખે આ સમસ્યાઓના નિરાકરણ માટે હૈયાધારણ આપી હતી. આમ જોઈએ તો સમગ્ર દાહોદ શહેરની જનતા રોડ-રસ્તા, ઉભરાતી ભૂગર્ભ ગટરના ગંદા પાણી, ગંદકી જેવી સમસ્યાઓથી ઓછે-વત્તે અંશે પીડાઈ રહી છે. જનતા પોતાના વોર્ડના કાઉન્સિલરો સમક્ષ પોતાની સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરતી હોય છે. પરંતુ સમસ્યાના નિરાકરણ માટે સંતોષકારક જવાબ સુધ્ધાં મળતો નથી. જેથી જનતામાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે દાહોદ શહેરમાં વોર્ડ નંબર-૭ તથા વોર્ડ નંબર-૮ની જનતા છેલ્લા કેટલાય સમયથી ઉબડખાબડ રોડની સમસ્યાથી પીડાઈ રહી છે. સાથે સાથે તે બંને વોર્ડોમાં નિયમિત સફાઈ થતી નથી. તેમજ છેલ્લા ચાર દિવસથી ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેની ગાડી આવતી નથી. ભૂગર્ભ ગટર ઉભરાતા દુર્ગંધ મારતા ગંદા પાણી રસ્તા પર ઉભરાતા રહેતા ગંદકીની સાથે સાથે મચ્છરનો ઉપદ્રવ પણ વધવા પામ્યો છે. આ મામલે તે બંને વોર્ડના કાઉન્સિલરોને પીડીત જનતાએ અવાર-નવાર રજૂઆતો પણ કરી છે. અને કાઉન્સિલરોએ તે બાબતે હૈયા ધારણ પણ આપી છે. પરંતુ તે હૈયા ધારણ દર વખતે માત્રને માત્ર લોલીપોપ બનીને રહી જવા પામી છે. જેથી તે સમસ્યાઓ ઠેરની ઠેર રહેવા પામી છે. છેવટે ગઈકાલે વોર્ડ નંબર-૭ તેમજ વોર્ડ નંબર-૮ની સમસ્યાઓથી પીડિત લોકોએ નગરપાલિકા ભવન પર સમૂહમાં આવી ચીફ ઓફિસર હાજર ન હોવાને કારણે પાલિકાના પ્રમુખ નીરજ દેસાઈ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી અને સમસ્યાઓના સત્વરે નિરાકરણ માટેની માગણી કરતી લેખિત રજૂઆત કરી હતી. જેના જવાબમાં પ્રમુખે સમસ્યાના સત્વરે નિરકરણ માટેની હૈયાધારણ આપી હતી. ત્યારે આ હૈયાધારણ લોલીપોપ બનીને રહી જશે કે પછી સમસ્યાનું સત્વરે નિરાકરણ આવશે તે હવે જોવું રહ્યું!!!!!! ‌.

ગઈકાલે રોડ- રસ્તા, ઉભરાતી ભૂગર્ભ ગટરના રસ્તા પર રેલાતા દુર્ગંધ મારતા ગંદા પાણી, તેમજ ગંદકી જેવી ગંભીર સમસ્યાઓથી પીડાતી દાહોદ શહેરના વોર્ડ નંબર-૭ અને વોર્ડ નંબર-૮ ની જનતા પાલિકા કચેરીએ આ મામલે રજૂઆત કરવા આવી હતી. વોર્ડ નંબર-૭ની જનતાને પોતાના જ વોર્ડના મહિલા કાઉન્સિલર પાલિકાના ઉપપ્રમુખ હોવા છતાં સમસ્યાના નિરાકરણ માટે તેઓ અંગત રસ ન દાખવતા પાલિકા કચેરી સુધી લંબાવું પડ્યું છે. ફોટો સેશનમાં વ્યસ્ત રહેતા પાલિકાના ઉપપ્રમુખ અને વોર્ડ નંબર-૭ ના મહિલા કાઉન્સિલર પાસે પોતાના જ વોર્ડની જનતાની સમસ્યાના નિરાકરણ માટે સમય નથી. તેવી ગરમા ગરમ ચર્ચાઓ દ્વારા તેમના વોર્ડના લોકો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. ‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!