અગ્ર સચિવશ્રી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક વિભાગ,ગાંધીનગરના અધ્યક્ષ સ્થાને વિભાગના જિલ્લા કક્ષાના તથા તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે વીડીયો કોન્ફરન્સ યોજાઈ

અગ્ર સચિવ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ગાંધીનગર ના અધ્યક્ષ સ્થાને વિભાગના જિલ્લા કક્ષાના તથા તાલુકા કક્ષાના અધિકારીની વીડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

જેમાં કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દાહોદ, રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ દાહોદ, જિલ્લા પુરવઠા મેનેજર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન અધ્યક્ષ દ્વારા નવેમ્બર 2025 માસમાં સરકારી વાજબી ભાવની દુકાનદાર મારફતે ચલણ જનરેટ કરવા, ચલણના નાણા ભરવા તથા સમયસર જથ્થો ઉપાડવામાં આવે અને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મૂકવામાં આવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સરકારી વ્યાજબી ભાવની દુકાનના સંચાલકઓના મોટાભાગના પ્રશ્નોનો નિકાલ આવેલ હોય ઝડપથી ચલણ જનરેટ કરી નાણા ભરી વિતરણ શરૂ કરવામાં આવે તે બાબતે સમજૂતી કરવા જણાવવામાં આવ્યું હતું. તેમજ વધુમાં વધુ લાભાર્થી સુધી લાભ પહોંચે તે મુજબ કામગીરી કરવા જણાવવામાં આવ્યું હતું. જે સંચાલક દ્વારા નાણા ભરી દેવામાં આવેલ છે તેઓને અનાજનો જથ્થો પહોંચાડવા જિલ્લા પુરવઠા મેનેજર ને સુચના પણ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!