દાહોદમાં SIR અંતર્ગત બી.એલ.ઓ. દ્વારા દરેક મતદારના ઘરની મુલાકાત લઇ કામગીરી શરૂ



ભારતના ચૂંટણીપંચ, નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલી તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision – SIR) તા.ર૮/૧૦/૨૦૨૫ થી શરૂ થયેલ છે. બિહારમાં સફળતાપૂર્વક SIRનો પ્રથમ તબકકો પૂર્ણ થયા બાદ ૧૨- રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં બીજો તબકકો શરૂ કરવામાં આવ્યો છે.

દાહોદ જિલ્લામાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે ના માર્ગદર્શન તેમજ દિશા સૂચન હેઠળ SIR અંતર્ગત બી.એલ.ઓ. દ્વારા દરેક મતદારના ઘરની મુલાકાત લઇ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં તમામ BLO દ્વારા મતદારોના ઘરે ઘરે જઈને મતદારોના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. ૨૭ ઓક્ટોબર ૨૦૨૫ અનુસાર દરેક મતદાર માટે યુનિક એન્યુમરેશન ફોર્મ (Efs- ગણતરી ફોર્મ) પ્રિન્ટ કરશે. જે ગણતરી ફોર્મમાં વર્તમાન મતદાર યાદીમાં સમાવિષ્ટ જરૂરી વિગતો હશે. આમ, BLO દ્વારા મતદારોના ઘરે ઓછામાં ઓછી ૩ વાર મુલાકાત લેવામાં આવશે.

ઉ૫રાંત BLO કક્ષાએ દરેક વર્તમાન મતદારને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવશે, ૨૦૦૨-૨૦૦૪માં યોજાયેલા છેલ્લા SIRમાં મતદારને તેમના નામ અથવા તેમના સંબંધીઓના નામ સાથે મેચ/લિંક કરવામાં મદદ કરશે. જે માટે મતદારોને મેચ કરવા/લિંક કરવા માટે/BLOs અગાઉના SIRનો ઓલ ઈન્ડિયા ડેટાબેઝ (https://voters.eci.gov.in/) પણ ઍક્સેસ કરી શકે છે.

ઉ૫રાંત BLOs નવા મતદારના સમાવેશ માટે ફોર્મ ૦૬ અને ઘોષણાપત્ર એકત્ર કરશે, મતદારને EF ભરવામાં મદદ કરશે તથા તેને એકત્ર કરીને ERO/AEROને સબમિટ કરશે તેમજ દરેક મતદારના ઘરે ઓછામાં ઓછી 3 મુલાકાત લેશે. આ દરમ્યાન મૃતકો, કાયમી સ્થળાંતર થયેલા અને એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની ઓળખ કરશે. આ કામગીરી દરમ્યાન ગણતરીના તબક્કામાં, EF સાથે અન્ય કોઈ દસ્તાવેજ એકત્રિત કરવાની જરૂર નથી.

One thought on “દાહોદમાં SIR અંતર્ગત બી.એલ.ઓ. દ્વારા દરેક મતદારના ઘરની મુલાકાત લઇ કામગીરી શરૂ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!