રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના ૧૫૦ વર્ષ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત નડિયાદ ખાતે યોજાયો

નરેશ ગનવાણી નડિયાદ

ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના નિર્માણને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે  તા. ૦૭મી નવેમ્બરના રોજ દેશભરમાં રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લામાં પણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત નડિયાદ ખાતે ઉલ્લાસભેર સંપન્ન થયો હતો.
આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા કમિશનર જી.એચ. સોલંકી અને જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોરની મુખ્ય ઉપસ્થિતિ રહી હતી.
આ અવસરે મહાનગરપાલિકા કમિશનર શ્રી જી.એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, ‘વંદે માતરમ’ નારો પ્રત્યેક ભારતીય માટે અનંત ઊર્જાનો સ્ત્રોત છે. તેમણે આ સાર્ધ શતાબ્દી ઉજવણી નિમિત્તે તમામ જિલ્લાવાસીઓને સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ વધારવા અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા પ્રયત્નશીલ બનવા અપીલ કરી હતી.
ડેપ્યુટી કલેકટર, લેન્ડ રિફોર્મ, એચ. કે. ગઢવીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા વંદે માતરમ ગીતનું સાંસ્કૃતિક-ઐતિહાસિક મહત્વ અને વર્તમાન સમયમાં તેની પ્રસ્તુતતા રજૂ કરી હતી.
કાર્યક્રમના અંતર્ગત, ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ વંદે માતરમ ગીતનું સામુહિક ગાન કર્યું હતું. આ સાથે જ, સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવવા, સ્થાનિક રોજગારીને સમર્થન, સહિતની બાબતો પર પ્રાથમિકતાના ધોરણે અમલવારી કરવાના શપથ પણ ગ્રહણ કર્યા હતા.
આ ગૌરવશાળી પ્રસંગે મહાનગરપાલિકા કમિશનર જી.એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, ડી.આર.ડી.એ ડાયરેક્ટર લલિત પટેલ, ડેપ્યુટી કલેકટર, લેન્ડ રિફોર્મ એચ. કે. ગઢવી સહિત રેવન્યુ, પંચાયત અને મહાનગરપાલિકાના મુખ્ય અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

One thought on “રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના ૧૫૦ વર્ષ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત નડિયાદ ખાતે યોજાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!