રેલ્વે પોલીસ ચોકીની સામેથી એક શ્વાનના મોઢામાંથી મૃત હાલતમાં નવજાત શિશુના ભૃણને કબ્જે લઈ
દાહોદ, તા.30
દાહોદ રેલ્વે પોલીસે રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલ રેલ્વે પોલીસ ચોકીની સામેથી એક શ્વાનના મોઢામાંથી મૃત હાલતમાં નવજાત શિશુના ભૃણને કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર આજરોજ દાહોદ રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલી રેલ્વે પોલીસ નજીક રોડ પર મૃત હાલતમાં પડેલા નવજાત શિશુના ભૃણને કેટલાક કુતરાઓ ખેંચીને લઈ જઈ રહ્યા હતા. તે દરમ્યાન ત્યાંથી પસાર થઈ રહેલ એક યુવાનની નજર ભૃણને ખેંચીને લઈ જતા કુતરાઓ પર પડતા તેને પોતાની ફરજ સમજી આ સંદર્ભે નજીકમાં આવેલ રેલ્વે પોલીસ ચોકીમાં જઈ જવાબદાર અધિકારી, કર્મચારીઓને જાણ કરતા રેલ્વે પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને મૃત નવજાત શિશુના ભૃણને કુતરાના મોઢામાંથી છોડાવી કબ્જે લઈ કુતરાઓને ભગાડી મુક્યા હતા. અને કબ્જે લીધેલ નવજાત શિશુનું ભૃણ કોણ ફેંકી ગયું કે પછી કુતરા ખેંચી લાવ્યા તે બાબતની ચર્ચાઓ આજે શહેરમાં કેન્દ્ર સાથે રહી છે.
આ સંબંધે દાહોદ રેલ્વે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃત નવજાત શિશુના ભૃણની અંતેષ્ઠી કરી છે