નડિયાદના હેરિટેજ વિસ્તારના વિકાસ માટે કલેક્ટર અને કમિશનરની સાહિત્યિક વિરાસતોની મુલાકાત લીધી

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને મહાનગરપાલિકા કમિશનર  જી.એચ.સોલંકીએ નડિયાદ શહેરના હેરિટેજ વિસ્તારના આયોજનબદ્ધ વિકાસ અર્થે મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. આગામી સમયમાં નડિયાદની સાક્ષરનગરી તરીકેની ઓળખને વધુ મજબૂત કરવા માટે આ બંને અધિકારીઓએ શહેરની જુદી જુદી પોળમાં આવેલ સાહિત્યકારોની વિરાસતની વિશેષ મુલાકાત લીધી હતી.
કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને કમિશનર જી.એચ.સોલંકીએ ગોવર્ધનરામ ત્રિપાઠી, ઈન્દુલાલ યાજ્ઞિક, ઝવેરીલાલ યાજ્ઞિક, બકુલ ત્રિપાઠી, દોલતરામ પંડ્યા, રણજીતલાલ પંડ્યા, ચંદ્રશંકર પંડ્યા, પ્રદ્યુમન પંડ્યા, અંબાલાલ જાની, ધનશંકર ત્રિપાઠી, રતિપતિરામ પંડ્યા, જયકૃષ્ણ સુરતી, અને મન:સુખરામ ત્રિપાઠી જેવા ગુજરાતના મહાન સાહિત્ય રત્નોના હેરિટેજ સ્થળોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેઓ આ સાહિત્યકારોએ નડિયાદની સાક્ષરનગરીમાં આપેલા અમૂલ્ય યોગદાનથી માહિતગાર થયા હતા.
આ તકે સુરજબા મહિલા આર્ટસ કોલેજના પ્રિન્સિપલ હસિત મહેતાએ અધિકારીઓને આ સાહિત્યિક વિરલાઓ સાથે જોડાયેલા રોમાંચક અને ઐતિહાસિક તથ્યોની રજૂઆત કરી હતી, અને વર્તમાન સમયમાં તેમના મહત્વને ઉજાગર કર્યું હતું.
મુલાકાતમાં ખાસ કરીને ઝઘડિયા પોળ નાગરવાડા ખાતે આવેલ ગોવર્ધનરામ ત્રિપાઠીના સ્મૃતિ મંદિરની મુલાકાત લેવાઈ હતી. જ્યાં સ્મૃતિઓ, હસ્તપ્રતો, દુર્લભ પુસ્તકો, અખબારો અને નવલકથાઓ જેવા મહત્ત્વપૂર્ણ સાહિત્ય સંગ્રહનું અધિકારીઓએ રસપાન કર્યું હતું.

2 thoughts on “નડિયાદના હેરિટેજ વિસ્તારના વિકાસ માટે કલેક્ટર અને કમિશનરની સાહિત્યિક વિરાસતોની મુલાકાત લીધી

  • January 3, 2026 at 9:47 pm
    Permalink

    This is really attention-grabbing, You’re a very skilled blogger. I’ve joined your feed and stay up for in search of extra of your excellent post. Also, I have shared your site in my social networks!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!