દાહોદ ખાતે વધુ ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે કુલ આંકડો ૧૫૦૯

દાહોદ, તા.ર૧

દાહોદમાં આજે વધુ ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે કુલ આંકડો ૧૫૦૯ પર પહોંચી ગયો છે. આજે વધુ ૧૮ લોકોએ હોસ્પિટલમાંથી રજા લેતા એક્ટીવ કેસની સંખ્યા ૧૫૨ પર પહોંચી જવા પામી છે ત્યારે અત્યાર સુધી કોરોનાથી ૬૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આજે ૧૨ આવેલ કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી (૧) હુજેફા જાેયબભાઈ માનલીવાલા (ઉ.૩૮ રહે. એમજી રોડ નજમી મહોલ્લા દાહોદ), (ર) પ્રદીપકુમાર હરેન્દ્રભાઈ વાળંદ (ઉ.ર૮ રહે. ઝાલોદ દાહોદ), (૩) સારંગ રાજેન્દ્રભાઈ દેસાઈ (ઉ.૪૮ રહે. દેસાઈવાડા દાહોદ), (૪) સુમીતભાઈ રાજુભાઈ રામચંદ (ઉ.૩૪ રહે. દાહોદ ગોદી રોડ), (પ) પંચાલ હર્ષ કૃષ્ણકાંત (ઉ.ર૮ રહે. કાંતીકંચન સોસાયટી લીમડી ઝાલોદ), (૬) ડબગર ચંદ્રીકા મહેન્દ્રભાઈ (ઉ.૪ર રહે. ચિત્રકુટ સોસાયટી લીમખેડા), (૭) ડબગર વજ્ર મહેન્દ્રભાઈ (ઉ.ર૧ રહે. ચિત્રકુટ સોસાયટી લીમખેડા), (૮) માવી રાજુભાઈ રૂપસીંગભાઈ (ઉ.રપ રહે. સરપંચ ફળીયા સારદા, ગુલતોરા ઝાલોદ), (૯) દેસાઈ પુજાબેન સ્નેહલભાઈ (ઉ.૩૯ રહે. ભાગ્યદય સોસાયટી ગોધરા રોડ દાહોદ), (૧૦) બુરહાન મોહમ્મદહુસેન બોરીવાલા (ઉ.પ૮ રહે. ગોદી રોડ દાહોદ), (૧૧) મિસ્ત્રી કોમલબેન વિજયભાઈ (ઉ.ર૪ રહે. મુવાલીયા દાહોદ), (૧ર) બારીઆ સાગરભાઈ દીલીપભાઈ (ઉ.ર૯ રહે. ગોવીંદનગર દાહોદ).આમ, દાહોદ જિલ્લામાં મંથર ગતિએ પરંતુ કોરોના સંક્રમણનો વ્યાપ યથાવત્‌ રહેવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!