કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતિ કલ્યાણની વિવિધ સમિતિઓની બેઠક ડિજિટલ માધ્યમથી યોજવામાં આવી
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે વિવિધ બેઠકો ડિજિટલ માધ્યમથી યોજવામાં આવી રહી છે. ગત અઠવાડીયે કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતિ કલ્યાણની વિવિધ સમિતિઓની બેઠક ડિજિટલ માધ્યમથી યોજવામાં આવી હતી. જેમાં અનુસૂચિત જાતિ પેટા યોજના સમિતિ અને જિલ્લા તકેદારી સમિતિ (અત્યાચાર નિવારણ) માટેની માર્ચ ૨૦૨૦ અને જુન ૨૦૨૦ અંતિત બેઠક તેમજ જાન્યુઆરી ૨૦૨૦ થી જુન ૨૦૨૦ દરમ્યાન અત્યાચારના બનાવોમાં સરકારી વકીલની કામગીરીની સમીક્ષા બેઠક ઉપરાંત જિલ્લા તકેદારી સમિતિ, મેન્યુઅલ સ્કેવેન્જર્સ-ગ્રામ્ય તથા શહેરીની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ શાખાના અધિકારીશ્રીઓ હાજર રહી ખાસ અંગભૂત યોજના હેઠળ કરેલા ખર્ચની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટ હેઠળનાં બનાવો ન બને તેની તકેદારી રાખવા તથા અનુસૂચિત જાતિના દરેક વ્યક્તિ સુધી નિયમોનુસાર વિવિધ યોજનાઓનો લાભ પહોંચે તે રીતનું આયોજન કરવા કલેક્ટરશ્રીએ સૂચન કર્યું હતું.