દાહોદમાં વધુ ૧૨ કોરોના દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કુલ આંકડો ૧૫૩૧ને પાર
અનવરખાન પઠાણ / ગગન સોની
દાહોદ તા.૨૩
દાહોદમાં આજે વધુ ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૫૩૧ને પાર થવા પામ્યો છે. એક્ટીવ કેસોની સંખ્યા ૧૩૪ પર પહોંચી છે જ્યારે બીજી તરફ આજે આ ૧૨ પૈકી દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા પાલિકામાં ખળભળાટ સાથે ફફડાટ ફેલાયો છે.
આજે ૨૫૦ આરટીપીસીઆર પૈકી ૭ અને રેપીટ ટેસ્ટના ૧૨૩૩ પૈકી પાંચ મળી કુલ ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થયો છે જેમાં
આ ૧૨ પૈકી દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રશાંતભાઈ ચંદ્રકાંતભાઈ દેસાઈનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જાણવા મળ્યા પ્રમાણે ઉપપ્રમુખ પ્રશાંતભાઈ છેલ્લા આઠ – દશ દિવસથી બીમાર હતા ઉપપ્રમુખકોઈક કોરોના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાની પણ ભારે ચર્ચાઓએ જાેર પકડ્યું છે ત્યારે બીજી તરફ પોતાના આરોગ્યની તકેદારીને ધ્યાનમાં રાખી પાલિકા પ્રમુખ સહિત પાલિકાના કેટલાક કર્મચારીઓ સ્વૈચ્છાએ હોમ આઈ સોલ્યુશન હેઠળ હોવાનું જણાઈ આવ્યું છે. કોરોનાએ હવે પાલિકા તરફ પગ પેસારો કર્યાે હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. આ સાથે આજે વધુ ૧૯ લોકોએ કોરોનાને મ્હાત આપતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી અને અત્યાર સુધી કોરોનાથી ૬૯ લોકો મૃત્યુ પામ્યા છે.
#Sindhuuday Dahod