દાહોદમાં આજે વધુ ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૫૪૩ને પાર
અનવરખાન પઠાણ / ગગન સોની
દાહોદ તા.૨૪
દાહોદમાં આજે વધુ ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૫૪૩ ને પાર પહોંચી ગયો છે. આજે વધુ ૧૮ કોરોના દર્દીઓ દર્દીઓએ કોરોના સામે જંગ જીતતા એક્ટીવ કેસ ૧૨૮ રહેવા પામ્યા છે.
આજે ૨૮૬ આરટીપીસીઆર ટેસ્ટ પૈકી ૯ અને રેપીટના ૩૪૧ પૈકી ૩ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે આજે ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાવા પામ્યા છે જેમાં (૧) દિલીપભાઈ જેઠાનંદ રામવાણી (ઉ.પ૩ રહે. ગોદી રોડ દાહોદ), (ર) રાઠોડ તખતસીંહ રામસીંહ (ઉ.૬૪ સિમામોઈ ટેકરી ફળીયા ધાનપુર), (૩) ગોહીલ સોનમબેન મહેશ (ઉ.ર૯ રહે. ગામતળ ફળીયુ ગાંગરડી), (૪) ગોહીલ પંથકુમાર (ઉ.પ રહે. ગામતળ ફળીયુ ગાંગરડી), (પ) બામણીયા વિજય સેના (ઉ.૩૦ રહે. ભરસડા પટેલ ફળીયા ગરબાડા), (૬) ધારવા જેતની એમ (ઉ.પર રહે. સારસીયા ફળીયુ સીંગેડી દે.બારીયા), (૭) વસૈયા વિપુલ મગન (ઉ.૩૦ રહે. કાળાજીની સરસાવણી નિસરતા ફળીયુ ઝાલોદ), (૮) વસૈયા હંસાબેન સંજયભાઈ (ઉ.૩પ રહે. ઝાલોદ ખાટવાડા), (૯) ભોઈ જગન્નાથ કિશનલાલ (ઉ.પપ રહે. ઝાલોદ સાઈધામ સોસાયટી), (૧૦) પ્રજાપતિ અરવીંદ રમણભાઈ (ઉ.૪પ રહે. કુંભારવાડ લીમખેડા), (૧૧) પ્રજાપતિ ગુંજન અરવીંદભાઈ (ઉ.૧૭ રહે. કુંભારવાડ લીમખેડા), (૧ર) ચિંથ્યા જે સીંગ (ઉ.પર રહે. મેડીકલ કોલોની દાહોદ).
આ ૧૨ પૈકી દાહોદના ૬, દેવગઢ બારીઆમાં ૩, અભલોડમાંથી ૧ અને ગરબાડામાંથી બે કેસોનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી ૬૯લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
#Sindhuuday Dahod