દાહોદ એલ.સી.બી.પોલીસે દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે બેને આગાવાડાથી ઝડપી પાડ્યા
અનવરખાન પઠાણ / ગગન સોની
દાહોદ તા.૨૬
દાહોદ તાલુકાના આગાવાડા ગામેથી એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે સ્થળ પર વોચ ગોઠવી ઉભા હતા તે સમયે બાતમીમાં દર્શાવેલ બે ઈસમોને દેશી હાથ બનાવટની માઉઝર પિસ્ટલ, જીવતા કાર્ટીસ નંગ.૨ તથા બે મોટરસાઈકલો મળી કુલ રૂા. ૪૫,૧૦૦ ના મુદ્દમાલ સાથે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે.
દાહોદ એલ.સી.બી.પોલીસ ઈન્સ્પેક્ટર બી.ડી.શાહ તથા પો.સ.ઈ. પી.એમ. મકવાણા તથા સ્ટાફના માણસો આજરોજ જુદી જુદી ટીમો બનાવી દાહોદ જિલ્લામાં કોમ્બીંગ હાથ ધરતાં હતા તે સમયે દેશી બનાવટની માઉઝર સાથે બે ઈસમો આગાવાડા ગામેથી પસાર થતાં હોવાની મળેલ બાતમીના આધારે આગાવાડા ગામે વોચ ગોઠવી ઉભા હતા. આ દરમ્યાન બે મોટરસાઈકલો પર સવાર થઈ જઈ રહેલા મનોજભાઈ પારસીંગભાઈ મંડોળ (રહે.ગુલબાર, તા.ગરબાડા,જિ.દાહોદ) અને કૃપાલભાઈ રાજુભાઈ મેડા (રહે.ગલાલીયાવાડ,તા.જિ.દાહોદ) ની અટક કરી અંગઝડતી કરતાં તેઓની પાસેથી એક દેશી બનાવટની માઉઝર પીસ્ટલ કિંમત રૂા.૧૫,૦૦૦, બે જીવતા કાર્ટીસ કિંમત રૂા.૧૦૦ એન બે મોટરસાઈકલો મળી કુલ રૂા.૪૫,૧૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો. આ ગુનાનો મુખ્ય સુત્રધાર મનોજભાઈ પારસીંગભાઈ મંડોળ અગાઉ સને ૨૦૧૭ના વર્ષમાં ગરબાડા તાલુકામાંથી ગેરકાયદે હથિયાર સાથે પકડાઈ ચુકેલ છે અને સને ૨૦૨૦ના વર્ષમાં વડોદરા શહેર એસ.ઓ.જી.ના હાથે પણ ગેરકાયદે હથિયાર સાથે પકડાઈ ચુકેલ છે અને દાહોદ જિલ્લાના જેસાવાડા પોલીસ મથક ખાતે પણ તેની વિરૂધ્ધ પ્રોહીબિશનનો કેસ નોંધાયેલ છે.
#Sindhuuday Dahod