સરદાર પટેલ જયંતિ નિમિત્તે સોશીયીલ મીડીયામાં વાઈરલ થયેલા દાહોદ બંધના એલાનને મિક્ષ પ્રતિસાદ
દાહોદ તા.૩૧
સાપડ્યો હતો.જાકે દાહોદમાં વહેલી સવારે કેટલાક ચોક્કસ વિસ્કતારમાં,ચોક્કસ તત્વો દ્વારા અપાયેલી ગરભીત ચીમકીઓને પગલે થોડો સમય માટે ચોક્કસ વિસ્તારોના બજારો બંધ રહેવા પામ્યો હતો પરંતુ બે ત્રણ કલાક પછી તમામ બજારો ખુલી જવા પામ્યા હતા. આમ દાહોદ બંધને સ્વંયભુ જન સમર્થન મળ્યુ ન હતુ. પરંતુ ગર્ભીત ચીમકીઓને પગલે થોડો સમય માટે વેપારીઓએ ભુતકાળના બનાવને ધ્યાને લઈ પોતાની સુરક્ષા અને સલામતી માટે પોતાના ધંધા રોજગાર થોડો સમય માટે બંધ રાખ્યા હતા. આમ, દાહોદ બંધને મિત્ર પ્રતિસાહ સાંપડ્યો હતો.
આજે ૩૧મી ઓક્ટોબરમી ઓક્ટોમ્બરના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે અને સ્ટેચ્યુ ઓફ યુનીટીના લોકાર્પણ કાર્યક્રમ પીએમ દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે કેટલાક સ્થળોએ લોકો દ્વારા વિરોધ પણ જાવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં પણ શોસીયલ મીડીયામાં વાઈરલ થયેલા બંધના એલાનના પગલે અને ભુતકાળમાં દાહોદમાં બનેલા બનાવના પગલે શરૂઆતમાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા અને ગર્ભીત ચીમકીઓને પગલે તેમજ પોતાની સુરક્ષા અને સલામતી માટે બે ત્રણ કલાક પોતાના ધંધા વેપારને બંધ રાખવામા આવ્યો હતો અને બાર વાગ્યા બાદ પુનઃ બજારો ખુલી જવા પામ્યા હતા. કેટલાક ચોક્કસ વિસ્તારોમાં ચોક્કસ તત્વો દ્વારા વેપારીઓને અપાયેલી ગરભીત ચીમકીઓના પગલે આ વિસ્તારોમાં પણ થોડો સમય દુકાનો બંધ રહેવા પામી હતી અને બાદમાં પોલીસે,નેતાઓ દ્વારા આ વિસ્તારના તેમજ શહેરના બીજા વિસ્તારના વેપારીઓને દુકાનો ખોલી દઈ વેપાર ધંધો કરવા જણાવાતા લોકો પુનઃધંધા વેપારમાં જાડાયા હતા. આમ,દાહોદમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.