આજે દાહોદમાં વધુ 6 કોરોના પોઝિટિવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1576 ને પાર
અનવર ખાનપઠાણ / ગગન સોની
દાહોદ તા.27
દાહોદમાં આજે વધુ છ કોરોના પોઝિટિવ દર્દીઓ ના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1576 ને પાર થવા પામ્યો છે જ્યારે એક્ટિવ કેશો 116 રહેવા પામ્યા છે.
251 આરટીપીસીઆર ટેસ્ટ પૈકી પાંચ અને રેપીડ ના ૧૦૮૨ પૈકી એક એમ આજે કુલ છ કોરોના પોઝિટિવ કેશો નોંધાવા પામ્યા છે. આ છ પૈકી દાહોદમાંથી 2, દેવગઢ બારિયામાંથી ૩, અને ઝાલોદમાં થી એક એમ કુલ 6 કોરોના પોઝિટિવ કેસોનો સમાવેશ થાય છે જ્યારે આજે વધુ 17 લોકોએ કોરોના સામે જંગ જીતતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધી દાહોદ જિલ્લામાં 69 લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે.
#Sindhuuday Dahod