રાજય સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે : દાહોદના ખેડૂતોએ આગામી તા. ૨૦ ઓક્ટોબર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
૦૦૦
દાહોદ, તા. ૩૦ : રાજય સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ આગામી તા. ૨૧ ઓકટોબરથી ૯૦ દિવસ દરમિયાન રાજય સરકાર લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીગ સિઝન ૨૦૨૦-૨૧ માટે પ્રતિ કવિન્ટલ (૧૦૦ કિ.ગ્રા.) મગફળી રૂ. ૫૨૭૫/- ના ભાવે ખરીદશે. જે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણો મુજબ હશે.
દાહોદ જિલ્લાના ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા ચાલુ વર્ષના ૭/૧૨ તેમજ ૮-અ નાં ઉતારા તથા પાસબુકની નકલ/કેન્સલ ચેકની નકલ સાથે ગ્રામ કક્ષાએ વી.સી.ઇ. (ગ્રામ પંચાયત કચેરી) એપીએમસી કેન્દ્ર ખાતે તા. ૧/૧૦/૨૦૨૦ થી તા. ૨૦/૧૦/૨૦૨૦ સુધી ખરીદીના ભાગરૂપે ઓનલાઇન રજીસ્ટ્રેશન એનરોલમેન્ટ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે માટે તાલુકાના ગોડાઉન મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે. પ્રતિ હેક્ટર મહત્તમ ખરીદી ૨૫૦૦ કિ.ગ્રા. રહેશે.
ખરીદ કેન્દ્રોના સંપર્ક નંબર આ મુજબ રહેશે. સરકારી અનાજ ગોડાઉન, દેવગઢ બારીયા – ૬૩૫૯૯૪૬૧૦૧, સરકારી અનાજ ગોડાઉન, લીમખેડા – ૬૩૫૯૯૪૬૦૫૩, સરકારી અનાજ ગોડાઉન, ઝાલોદ – ૯૯૭૯૯૮૯૨૫૪. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, દાહોદે એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.
#Sindhuuday Dahod