શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્‍મતિથિ તા.૩૧ ઓક્ટોબરને ‘‘રાષ્‍ટ્રીય એક્તા દિવસ’’ તરીકે ભવ્‍ય રીતે ઉજવવામાં આવી

દાહોદ તા.૩૧
શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની  જન્‍મતિથિ તા.૩૧ ઓક્ટોબરને ‘‘રાષ્‍ટ્રીય એક્તા દિવસ’’ તરીકે ભવ્‍ય રીતે ઉજવવામાં આવી હતી. દાહોદ ખાતે આવેલ અનાજ મહાજન સ્કૂલ ખાતે થી સવારે ૭.૩૦ કલાકે ‘‘રન ફોર યુનિટી’’નો કાર્યક્રમ જિલ્લા કલેકટર શ્રી વિજયકુમાર ખરાડી ના અધ્‍યક્ષતામાં યોજાયો હતો.
          આ પ્રસંગે કલેકટરશ્રીએ જણાવ્‍યું હતું કે સરદાર વલ્લભભાઇ પટેલે દેશને આઝાદી અપાવવા સાથે ૫૬૨ જેટલા રજવાડાઓના વિલીનકરણ દ્રારા અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. આવી મહાન વિભૂતિનો સંદેશો કાયમી બની રહે તે માટે ૧૮૨ મીટર ઉંચી પ્રતિમાનું નિર્માણ થયું છે. જે ઇતિહાસના પાના ઉપર અંકિત થઇ જશે. આ એકતા થકી દેશની વિકાસની ગતિને વેગ મળશે.‘‘રન ફોર યુનિટી’’માં ઉમટેલા અબાલ વૃધ્‍ધ, યુવાનો અને મહિલાઓમાં એક અલગ ઉત્‍સાહ, ધગશ અને ગર્વ છે. શ્રી સરદાર સાહેબના જીવન મુલ્‍યોને અનુસરી દેશનો નાગરિક શ્રેષ્‍ઠ નાગરિક બની શકે છે. યુવાનોએ શ્રેષ્‍ઠ જીવન જીવવું હોય તો તેમના જીવનમુલ્‍યે ગીતા સમાન છે તેને અનુસરવું જોઇએ.
        ‘‘રન ફોર યુનિટી’’માં પોલીસ દળના સદસ્‍યો, શાળા કોલેજના વિધાર્થીઓ , હોમગાર્ડના સદસ્‍યો, શહેરના અગ્રણીઓ અને મોટી સંખ્‍યામાં બહેનો-વૃધ્‍ધો-યુવાનો જોડાયા હતા. આ સાથે એકતા અંગેના શપથ લેવામાં આવ્યા હતા. “રન ફોર યુનિટી” માં ભાગ લેનારને જિલ્લા વહીવટી તંત્ર દ્રારા  પ્રમાણપત્ર આપવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: