આજ રોજ તા:- 4/10/20 રવિવારના રોજ જી પી ધાનકા હાઈસ્કૂલ દાહોદ મુકામે દાહોદ ગરબાડા તાલુકા માધ્યમિક શિક્ષક સંઘની નવી કારોબારી ની રચના કરવામાં આવી. દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પરમાર, મહામંત્રી શ્રી નીલકંઠભાઈ ઠક્કર, ખજાનચી શ્રી પુસ્પેન્દ્રસિંહ ચૌહાણ અને પૂર્વ તાલુકા મંત્રી શ્રી નિકુંજ મેડા તથા જિલ્લાના તમામ હોદ્દેદારો શ્રીની ઉપસ્થિતિમાં નવી કારોબારીની રચના કરવામાં આવેલ છે, જેમાં દાહોદ ગરબાડા તાલુકા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે શ્રી હેમેન્દ્રસિંહ નાયક તથા મહામંત્રી શ્રી કૃણાલ મછાર અને ખજાનચી તરીકે શ્રી સતીશભાઇ પટેલ તથા 27 જેટલા અન્ય હોદ્દેદારોની નિમણુક કરી એક સફળ કારોબારીની નિમણુક કરવામાં આવેલ છે. અંતમાં રાષ્ટ્રગીતનું ગાન કરી અલ્પાહાર બાદ કાર્યક્રમને વિધિવત પૂર્ણ કરવામાં આવેલ હતો
આજ રોજ તા:- 4/10/20 રવિવારના રોજ જી પી ધાનકા હાઈસ્કૂલ દાહોદ મુકામે દાહોદ ગરબાડા તાલુકા માધ્યમિક શિક્ષક સંઘની નવી કારોબારી ની રચના કરવામાં આવી. દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પરમાર, મહામંત્રી શ્રી નીલકંઠભાઈ ઠક્કર, ખજાનચી શ્રી પુસ્પેન્દ્રસિંહ ચૌહાણ અને પૂર્વ તાલુકા મંત્રી શ્રી નિકુંજ મેડા તથા જિલ્લાના તમામ હોદ્દેદારો શ્રીની ઉપસ્થિતિમાં નવી કારોબારીની રચના કરવામાં આવેલ છે, જેમાં દાહોદ ગરબાડા તાલુકા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે શ્રી હેમેન્દ્રસિંહ નાયક તથા મહામંત્રી શ્રી કૃણાલ મછાર અને ખજાનચી તરીકે શ્રી સતીશભાઇ પટેલ તથા 27 જેટલા અન્ય હોદ્દેદારોની નિમણુક કરી એક સફળ કારોબારીની નિમણુક કરવામાં આવેલ છે. અંતમાં રાષ્ટ્રગીતનું ગાન કરી અલ્પાહાર બાદ કાર્યક્રમને વિધિવત પૂર્ણ કરવામાં આવેલ હતો.
#Sindhuuday Dahod