દાહોદમાં આજે વધુ 09 કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1711 ને પાર
દાહોદ તા.16
દાહોદમાં આજે વધુ 09 કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1711 ને પાર પહોંચી ગયો છે. દાહોદ જિલ્લામાં મંથર ગતિએ કોરોના સંક્રમણ વધી રહ્યો છે ત્યારે આરોગ્ય તંત્રની સઘન કામગીરીના પગલે છેલ્લા મહિનાઓથી કોરોના કેસોમાં વધતી સંખ્યામાં ઘટાડો અને સાજા થતાં દર્દીઓની સંખ્યમાં વધારો નોંધાવા પામ્યો છે.
આર.ટી.પી.સી.આર. ટેસ્ટના 128 પૈકી 02 અને રેપીટ ટેસ્ટના 1147 પૈકી 07 એમ કુલ મળી આજે 09 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. આ 09 પૈકી દાહોદમાંથી 06, ઝાલોદમાંથી 03 દર્દીઓ નો સમાવેશ થાય છે. આજે વધુ 05 દર્દીઓએ કોરોના સામે જંગ જીતતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને હવે એક્ટીવ કેસ 72 રહેવા પામ્યા છે ત્યારે બીજી તરફ અત્યાર સુધી કોરોનાથી ૭૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
#Sindhuuday Dahod

