દાહોદમાં રવિવારે બજારો – દુકાનો ખુલ્લી રાખી શકાશે પણ કોરોના બાબતની તમામ સાવચેતીઓનુ ચુસ્ત પાલન કરવાનું રહેશે– કલેક્ટર શ્રી વિજય ખરાડી

દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે કે, દાહોદ જિલ્લામાં કોરોનાની સ્થિતિ હાલમાં નિયંત્રણમાં હોય આવતી કાલે રવિવારે બજારો-દુકાનો વગેરે ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવે છે. પરંતુ કોરોના સંક્રમણ ફરીથી ઉથલો ન મારે તેનું ધ્યાન આપણે રાખવાનું છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, એ માટે જરૂરી છે કે કોરોના બાબતની દરેકેદરેક સાવચેતીનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. જાહેરમાં બહાર નીકળતી વખતે ફરજીયાત માસ્ક પહેરવાનું છે, સામાજિક અંતરનું પાલન કરવાનું છે અને સેનિટાઇઝર કે સાબુથી હાથ ધોવા જેવી બાબતોને ખાસ ધ્યાને રાખવાની છે. આ બાબતો જ તમને કોરોનાથી દૂર રાખશે. બને ત્યાં સુધી રવિવારના દિવસે ઘરે રહીને જ પરીવાર સાથે વિતાવીએ એ આપણા માટે વધુ હિતાવહ રહેશે. દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજીને કોરોના બાબતે સજાગ રહેવાનું છે અને આરોગ્ય વિભાગ, પોલીસકર્મીઓ, નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સંપૂર્ણ સહયોગ રાખવાનો છે. કોરોના સામે આપણી જાગૃકતા જ આપણો બચાવ છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!