પતંજલિ યોગ સમિતિ, આર્ટ ઓફ લિવિંગ અને સમસ્ત યોગ પરિવારના સયુક્ત ઉપક્રમે દાહોદમાં ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગમય ગુજરાત અંતર્ગત યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો
૦૦૦
યોગનું જ્ઞાન, અભ્યાસ અને યોગમય જીવન જ આપણને કોરોનાથી દૂર રાખશે
– ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન આચાર્ય શ્રી શીશપાલજી
૦૦૦
દાહોદ, તા. ૧૬ : દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલના પંડિત દીનદયાલ ઓડીટોરીયમ ખાતે ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન આચાર્ય શ્રી શીશપાલજી દ્વારા યોગ નિદર્શન અને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગમય ગુજરાત અંતર્ગત યોગ સંવાદ કાર્યક્રમ પતંજલિ યોગ સમિતિ, આર્ટ ઓફ લિવિંગ અને સમસ્ત યોગ પરિવારના સયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં આચાર્ય શશીપાલજીએ ઉપસ્થિત લોકોને યોગ, પ્રાણાયામ અપનાવીને સદા નિરોગી રહેવા જણાવ્યું હતું.
આચાર્ય શ્રી શશીપાલજી આ પ્રસંગે જણાવ્યું કે, આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યોગને વૈશ્વિક ઓળખ અપાવી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ ગુજરાતમાં ઘરે ઘરે લોકો યોગ કરતા થાય તેવા ઉદ્દેશથી ગુજરાત રાજય યોગ બોર્ડની સ્થાપ્ના ગત વર્ષે યોગ દિવસે કરી હતી. ગુજરાતના તમામ ગામડાઓમાં, શહેરોમાં યોગ કેન્દ્ર શરૂ કરીને યોગને જનજન સુધી પહોંચાડવાની તેમણે નેમ લીધી છે. દાહોદ જિલ્લામાં પણ એક યોગ કોચ અને ૧૫૬ જેટલા તાલીમબદ્ધ યોગટ્રેનરોને તૈયાર કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે, ઇમ્યુનિટી વધારવા યોગ એ રામબાણ ઇલાજ છે. કોરોના સામેની લડાઇમાં જીત મેળવવા યોગને રોજિંદા જીવનમાં સામેલ કરો. યોગ કરવાથી નાનામોટા રોગોથી લઇને કેન્સર જેવા રોગોને પણ હરાવી શકાય છે. યોગનું જ્ઞાન, અભ્યાસ અને યોગમય જીવન જ આપણને સ્વસ્થ અને નિરોગી બનાવશે.
આ પ્રસંગે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, યોગએ આપણી સંસ્કૃતિ-પરંપરા સાથે અભિન્ન રીતે જોડાયેલો છે. અત્યારે કોરોના મહામારીના સમયમાં મોટા ભાગના લોકો યોગ અપનાવીને રોગથી દૂર રહેવા પ્રેરાયા છે. અહીં દાહોદમાં યોગ દિવસે ઓનલાઇન યોજાયેલા કાર્યક્રમમાં પણ પચાસ હજારથી પણ વધુ લોકો જોડાયા હતા. લોકો યોગ કરીને પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારે ઉપરાંત આયુષ મંત્રાલયે બહાર પાડેલી માર્ગદર્શીકાને પણ અનુસરવાથી કોરોનાથી દૂર રહી શકાશે.
આ પ્રસંગે જનપ્રતિનિધિ શ્રી સુધીરભાઇ લાલપુરવાલા, મહંત શ્રી ભરતદાસજી, શ્રી નલીનભાઇ શાસ્ત્રી, યોગકોચ શ્રી વિનોદભાઇ, યોગાચાર્ય સુ શ્રી પ્રીતિબેન ઉપરાંત પતંજલિ યોગસમિતિના વિવિધ કાર્યકરો, યોગઆચાર્યશ્રીઓ-કાર્યકરો, યોગટ્રેનરો ઉપસ્થિત રહ્યાં હતા.
#Sinhuuday Dahod