લુંટ, ધાડ, ઘરફોડ ચોરીના કેસોના વિવિધ કોર્ટોના ૧૬ વોરંટોમાં ફરારી તેમજ પાંચ જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ એવા આંતર જિલ્લા ધાડલુંટના
દાહોદ, તા.૦૧
લુંટ, ધાડ, ઘરફોડ ચોરીના કેસોના વિવિધ કોર્ટોના ૧૬ વોરંટોમાં ફરારી તેમજ પાંચ જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ એવા આંતર જિલ્લા ધાડલુંટના માતવા ગેંગના ખુંખાર આરોપીને દાહોદ પોલીસે મળેલ બાતમીના આધારે વેશપલ્ટો કરી વોચ રાખી લીમખેડા તાલુકાની કંબોઈ ચોકડી પર પેસેંજર ગાડીમાંથી ઉતરતા જ ઝડપી પાડી તેના ભાગમાં આવેલ ૧,૭૭, ૦૦૦ના સોના-ચાંદીના દાગીના તથા એક મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી દાહોદની કોર્ટમાં રજુ કરી બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ જિલ્લામાં આવનારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જાયશરની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા દાહોદ એલસીબી, એસઓજી તથા પેરોલ ફર્લોની સંયુક્ત ટીમોએ એસઆરપીને સાથે રાખી લીમખેડા વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ટેકનીકલ સોર્સ લગાવી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તે દરમ્યાન માતવા ગેંગનો લુંટ, ધાડ, ઘરફોડ ચોરીનો ખુંખાર વોન્ટેડ આરોપી રાકેશ જવાભાઈ માવી પેસેંજર ગાડીમાં બેસી ધાડ, લુંટ અને ચોરીનો તેના ભાગમાં આવેલ મુદ્દામાલ વેંચવા કંબોઈ ચોકડી આવનાર હોવાની મળેલ બાતમીના આધારે ઉપરોક્ત ત્રણે વિભાગની પોલીસની સંયુક્ત ટીમોએ વેશપલ્ટો કરી ટેકનીકલ સોર્સ લગાવી વ્યુહાત્મક રીતે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમીમાં દર્શાવેલ પેસેંજર વાહન આવતા જ પોલીસ ચોકન્ની બની હતી અને રાકેશ જવાભાઈ માવી જેવો ગાડીમાંથી ઉતર્યો કે તરત જ પોલીસે તેને દબોચી લીધો હતો અને તેની પાસેથી પોલીસે સોનાની ચેન નંગ.ર, સોનાનું મંગળ સૂત્ર, સોનાની વીંટી નંગ.ર, સોનાના પાટલા નંગ.ર, ચાંદીનું કડું(ભોરીયું) નં.૧, ચાંદીના છડા જાડ નં.૧, તથા મોબાઈલ ફોન નં.૧ મળી રૂપિયા ૧,૭૭, ૦૦૦નો મુદ્દામાલ પોલીસે પકડી પાડી કબ્જે લીધો હતો.
પોલીસે તેની ઘનિષ્ઠ પુછપરછ કરતા તેને પાંચેક માસ અગાઉ પોતાના સાગરીતો સાથે મળી પાડા ગામે રોડ પર બાઈક સવાર દંપતિને રોકી ધારીયું બતાવી સોના-ચાંદીના દાગીના તથા મોબાઈલ મળી રૂપિયા ૩,૭૯,પ૦૦ની મત્તા લુંટી નાસી ગયાનું તેમજ પોતાના ભાગમાં આવેલ સોના-ચાંદીના દાગીના તથા મોબાઈલ મળી ૧,૭૭, ૦૦૦નો મુદ્દામાલ વેંચવા આવ્યો હોવાની કબુલાત કરતા લીમખેડાનો સદર લુંટનો ગુનો ડીટેક્ટ થવા પામ્યો હતો.
પોલીસે સદર આરોપી રાકેશ જવા માવીને દાહોદની કોર્ટમાં રજુ કરી બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે.
આજથી ત્રણેક માસ અગાઉ તેની ગેંગના માણસો સાથે ભેગા મળી વાંદરીયા ગામના એક ફળીયામાં ઘરોના દરવાજા તોડી ઘરનો સરસામાન વેરવિખેર કરી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા મોબાઈલ ફોન મળી રૂપિયા ૭ર૦૦ની ધાડ પાડી નાસી ગયા હતા અને તે લુંટમાં, ભાગમાં આવેલ સેમસંગ કંપનીનો મોબાઈલનો ઉપયોગ પોતે કરતો હોવાની કબુલાત કરી હતી. આમ દાહોદ રૂરલ પો.સ્ટે.નો ઈપીકો કલમ ૩૯પ મુજબનો અનડીટેક્ટ ગુનો પણ ડીટેક્ટ થયો હતો. આજે પકડાયેલ રાકેશ જવાભાઈ માવી કાલોલની ચોરી, લીમખેડાની લુંટ, દાહોદ તાલુકાના અકસ્માત, જેસાવાડાના અપહરણ અને દાહોદ ટાઉનની ઘરફોડ મળી પ ગુનાઓમાં વોન્ટેડ હોવાનું તેમજ તે દાહોદ, ગરબાડા, ઝાલોદ, લીમખેડા, ગોધરા પાવાગઢ તથા વડોદરા શહેરની કોર્ટોમાં લુંટ, ધાડ, ઘરફોડ ચોરીના કેસોના કુલ ૧૬ વોરંટોના ફરારી હોવાનું પણ જણાઈ આવ્યું છે.
બોક્સ ઃ
માતવા ગેંગનો પૂર્વ ઈતિહાસ
પકડાયેલ આરોપી ખુંખાર લુંટ, ધાડ, ઘરફોડ ચોરી કરતી માતવા ગેંગનો સભ્ય હોવાનું જણાઈ આવેલ છે. આ ગેંગનો મુખ્ય સુત્રધાર હાલમાં ફરાર હોઈ અગાઉ દાહોદ જીલ્લાના તેમજ પંચમહાલ જીલ્લામાં તેમજ વડોદરા શહેર ખાતે લુંટ, ધાડ, ઘરફોડ ચોરીના ગંભીર ગુનાઓમાં પકડાઈ ચુકેલ છે. પોતે તથા તેની ગેંગના અમુક સભ્યો હાલમાં જેલમાં છે.
ગેંગની એમ ઓ.
આ ગેંગના કુલ દશ સભ્યો હોય જેઓ દિવસ દરમ્યાન રેકી કરી આયોજન મુજબ મારક હથિયારો ધારણ કરી નક્કી કરેલ જગ્યાએ જુદા જુદા વાહનોમાં મારફતે ભેગા થતા અને રાત્રીના સમયે ટાર્ગેટ કરેલ જગ્યાએ મકાન તોડી અંદર પ્રવેશ કરી માલ મિલ્કતની ચોરી કરી તોડફોડ કરી લુંટ કરતા અને
આભાર – નિહારીકા રવિયા કોઈ સામનો કરે તો ગંભીર ઈજાઓ પહોંચાડી છુટા છવાયા પગપાળા ખેતર વાટે નાસી છુટતા.