દાહોદમાં આજે વધુ ૦૭ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૭૫૭ ને પાર
દાહોદ તા.૨૨
દાહોદમાં આજે વધુ ૦૭ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૭૫૭ને પાર પહોંચ્યો છે. દાહોદમાં મંથરગતિએ કોરોનાની સંખ્યા આગળ વધી રહી છે ત્યારે આરોગ્ય તંત્ર તેમજ જિલ્લાવાસીઓએ પહેલા હાલના સમયમાં કોરોના સંક્રમણ મામલે રાહત અનુભવી રહ્યા છે.
આર.ટી.પી.સી.આર.ના ૨૬૯ પૈકી ૦૨ અને રેપીટ ટેસ્ટના ૧૪૧૬ પૈકી ૦૫ એમ કુલ ૦૭ કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. આ ૦૭ માંથી દાહોદમાંથી ૦૩ અને ઝાલોદમાંથી ૦૪ કેસોનો સમાવેશ થાય છે. આજે વધુ ૦૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપતા એક્ટીવ કેસની સંખ્યા ૭૨ રહેવા પામી છે ત્યારે અત્યાર સુધી કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૭૪ ને પાર પહોંચી ગઈ છે.