પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી રાજયના ખેડૂતો માટે વીજ ક્રાંતિ લાવનાર ઐતિહાસિક ‘કિસાન સૂર્યોદય યોજના’નું ઇ – લોકાર્પણ કરશે : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ગિરનાર ખાતેથી કાર્યક્રમમાં જોડાશે

દાહોદ તા.૨૩
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આવતી કાલે રાજયના ખેડૂતો માટે વીજ ક્રાંતિ લાવનાર ઐતિહાસિક ‘કિસાન સૂર્યોદય યોજના’નું ઇ – લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ગિરનાર ખાતેથી આ કાર્યક્રમમાં જોડાશે. દાહોદનાં નવજીવન સાયન્સ એન્ડ આર્ટસ કોલેજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
દાહોદ ખાતે યોજાનારા કાર્યક્રમમાં આદિજાતી વિકાસ મંત્રી શ્રી ગણપતભાઇ વસાવા, રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ ઉપરાંત સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની વિશેષ ઉપસ્થિતિ રહેશે. રાજય સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લઇ રાજયના ખેડૂતોને દિવસે પણ આઠ કલાક વીજળી મળે તે માટેનું આયોજન કર્યું છે જેના પહેલા તબક્કાનું ઇ-લોકાર્પણ આવતી કાલે યોજાશે. જેમાં દાહોદ જિલ્લાના ૬૯૨ ગામો સહિત જુનાગઢ, ગીર સોમનાથના કુલ ૧૦૫૫ ગામોમાં ખેડૂતોને દિવસે પણ વીજળી મળતી થશે. આ યોજના થકી દાહોદ જિલ્લાના ૨૩૩૪૨ ખેડૂતોને દિવસ દરમિયાન આઠ કલાક સાતત્યપૂર્ણ વીજળી મળશે. આ યોજના માટે ૩૫૦૦ કરોડના ખર્ચે ૬૬ કેવીની ૩૪૯૦ સર્કીટ કિ.મી. જેટલી ૨૩૪ નવી ટ્રાન્સમીશન લાઇનો તથા ૨૨૦ કેવીના ૯ નવા સબસ્ટેશનો થકી ગુજરાતનું વીજ માળખું સુદ્વઢ કરાશે.
#Sindhuudaydahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: