દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામે આવેલ એક કુવામાંથી 24 વર્ષીય આશાસ્પદ યુવકની લાશ મળી આવતા ચકચાર
દાહોદ તા.૨૩
દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામે આવેલ તળાવમાંથી એક ૨૪ વર્ષીય આશાસ્પદ યુવકની લાશ મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ યુવકનો મૃતદેહ તળાવમાં જાેતાની સાથે સ્થાનીકો દ્વારા પોલીસનો સંપર્ક સાંધતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને લાશનો કબજાે મેળવી નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. યુવકની ઓળખ થતાં જ પરિવારના સદસ્યો પણ સ્થળ પર દોડી આવતાં પરિવારમાં આક્રંદના માહોલ સર્જાયો હતો.
અનુસાર મળતી પ્રાથમિક માહિતી અનુસાર ગોધરા રોડ સનાતન મંદિર નજીકના રહેવાસી મયંક ચૌહાણ નામક ૨૪ વર્ષીય યુવકની લાશ કાળીતળાઈ ગામના તળાવની પાસેથી મળી આવી હતી. આ બનાવની જાણ પોલિસ સહીત આસપાસના લોકોને થતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા જામ્યા હતા જયારે તળાવના કિનારેથી યુવકનોં મોબાઈલ તેમજ રોડ પરથી યુવકની મોપેડ જેવી ગાડી પણ મળી આવી હતી. મરણજનાર મયંક કાળીતળાઈ ગામે કેવા સંજોગોમાં પહોંચ્યો તેની સાથે અન્ય કેટલા લોકો હતા ? શું તળાવમાં ન્હાવા પડતા ડૂબીને મર્યો હતો કે પછી કોઈકે મેલી મુરાદ પુરી પાડવા કાવતરૂં રચ્યું છે તે બધું પીએમ રિપોર્ટ અને આગળ પોલિસ તપાસમાં બહાર આવશે જોકે હાલ તો પોલિસે અકસ્માત સબંધે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
#Sindhuudaydahod

