દાહોદ શહેરમાં કેશવ માધવ રંગમંચ, સ્ટેશન રોડ, દાહોદ ખાતે જ ફટાકડાનું વેચાણ કરી શકાશે
દાહોદ તા.૨૬
દાહોદ શહેરમાં આગામી દિવાળીપર્વ અને કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખીને કેશવ માધવ રંગમંચ, સ્ટેશન રોડ, દાહોદને ફટાકડા વેચાણ માટે નિયત સ્થળ નક્કી કરવામાં આવ્યું છે અને આ નિયત સ્થળ સિવાય અન્ય સ્થળે ફટાકડાનું છૂટક વેચાણ-વિતરણ કરવા ઉપર પ્રતિબંઘ મુકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એમ.જે. દવે દ્વારા તા. ૧ નવેમ્બરથી તા. ૧૬ નવેમ્બર સુધી લાગુ પડે તે રીતે તા. ૨૩/૧૦/૨૦૨૦ ના રોજ આ જાહેરનામું પસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ હંગામી લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હોય તેવા છૂટક વિક્રેતાઓએ જ નિયત સ્થળ ખાતેથી વિતરણ કરવાનું રહેશે. નિયત સ્થળ ખાતેથી વેચાણ માટે હંગામી લાયસન્સ ફરજીયાત છે. ૧૮ વર્ષથી નીચેના બાળકોને ફટાકડાનું વેચાણ કરી શકાશે નહી.
દુકાનની આગળ કોઇ પણ પ્રકારનું શેડ કે પ્લેટફોર્મ બનાવી શકાશે નહી. આ પ્રકારના સ્ટોલ પર અગ્નિશમનની નિયમોનુસાર તમામ વ્યવસ્થા કરવાની રહેશે. અગ્નિશમન માટેનો તમામ સમાન અને વ્યવસ્થા વેચાણ સ્થળે કરવાના રહેશે. નગરપાલિકા, દાહોદ દ્વારા આ બાબતની ખાતરી કરવામાં આવશે. ઉપરાંત નિયત સ્થળની જોગવાઇ અનુસાર લે આઉટ અને પ્લોટ ફાળવી હરાજી ભાડાપટ્ટીથી નગરપાલિકા દાહોદે કરવાની રહેશે. કોવીડ-૧૯ બાબતની તમામ સૂચનાઓ-સાવચેતીઓનું પાલન કરવાનું રહેશે અને માસ્ક, સામાજિક અંતર અને સેનિટાઇઝર જેવી બાબતોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ નિયમોનો ભંગ કરનાર સામે કડક કાયદેરસની કાર્યવાહી કરવામાં આવશે.
#Sindhuuday Dahod