રાષ્ટ્ર નિર્માણમાં પોલીસની ભૂમિકા અંગે જાણીતા લેખક શ્રી જય વસાવડાનું તા. ૨૭ના પ્રવચન : પોલીસ સ્મૃતિ દિન નિમિત્તે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા થયેલું આયોજન : ગૂગલ મીટ ઉપર બપોરે ૧૨ વાગ્યે જોડાવા ઇજન

પોલીસ સ્મૃતિ દિનની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા. ૨૯ના રોજ બપોરના ૧૨ વાગ્યે ગૂગલ મીટ ઉપર જાણીતા લેખક અને વક્તા શ્રી જય વસાવડાના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસરે ઉક્ત કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું કે, જનસુરક્ષાના કામમાં દિનરાત જોયા વીના કાર્યરત પોલીસના જવાનોની શહાદતને યાદ કરવા માટે પોલીસ સ્મૃતિ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ વખતની ઉજવણી નાગરિકોને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી રહી છે. ગત્ત રવિવારે દાહોદના પોલીસ જવાનો દ્વારા યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને સારો પ્રતિભાવ સાંપડ્યો છે.
આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતના વિકાસ પાછળ અહીંની શાંતિ મહત્વપૂર્ણ પરિબળ છે. વિકાસ માટે કાયદો અને વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિ અતિમહત્વની છે. એ માટે પોલીસ તંત્ર સતત યત્નશીલ છે. આમ, રાષ્ટ્ર નિર્માણમાં પોલીસની ભૂમિકા અહમ છે. ત્યારે, આ વિષયે જાણીતા લેખક અને વક્તા શ્રી જય વસાવડાના પ્રવચનનું આયોજન દાહોદના સુજ્ઞ નાગરિકો માટે કરવામાં આવ્યું છે. ગૂગલ મીટ ઉપર નીચે આપેલી લિંક અને કોડના આધારે પ્રવચનમાં જોડાવા નાગરિકોને નિમંત્રણ છે.

તા. ૨૯-૧૦-૨૦૨૦ના રોજ બપોરના ૧૧-૪૫ વાગ્યાથી પ્રવચન કાર્યક્રમ ખૂલ્લો મૂકાશે. એટલે તુરંત નાગરિકોએ તેમાં જોડાઇ જવાનું રહેશે. ગૂગલ મીટ ઉપર જોડાવા માટેનો કોડ ujt-vqxd-tps છે.

#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: