પુરપાટે દોડી જતી બાઈકની અડફેટમાં આવેલ ૩૦ વર્ષીય રાહદારીને ટક્કર મારી
દાહોદ, તા.૦૪
દાહોદ તાલુકાના કતવારા ગામે ચાલકની ગફલતના કારણે પુરપાટે દોડી જતી બાઈકની અડફેટમાં આવેલ ૩૦ વર્ષીય રાહદારીને ટક્કર મારી પાડી દઈ ગંભીર ઈજા પહોંચાડ્યાનો બનવા પામ્યો હતો.
દાહોદ તાલુકાના ટીમાલા ગામના સીમળ ટોડી ફળીયાના નવીનચંદ્ર કસ્તુરભાઈ કથોટા ગત તા.૬.૧૦.ર૦૧૮ના રોજ સવારે નવેક વાગ્યાના સુમારે પોતાના કબ્જાની જીજે ર૦ એ જે રર૯૭ નંબરની મોટર સાયકલ પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લઈ જઈ કતવારા ગામે રોડ પર પગપાળા જઈ રહેલ કતવારા ગામે વાડી ફળીયામાં રહેતી ૩૦ વર્ષીય ચેનાબેન લાલજીભાઈ બદીયાભાઈ હઠીલાને અડફેટમાં લઈ રોડ પર પાડી દઈ જમણા હાથના કાંડા પાસે ફેક્ચર કરી તેમજ કમ્મરના ભાગે ઈજા કરી હતી.
આ સંબંધે ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે હિમાલા ગામના મોટર સાયકલ ચાલક નવીનચંદ્ર કસ્તુરભાઈ કથોટા વિરૂધ્ધ માર્ગ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.