એસ.ટી.નિગમ દ્વારા પ્રજાને દિવાળીની ભેટ સમાન એ.સી.કોચ ધરાવતી એક બસ ફાળવવામાં આવી
દાહોદ તા.૬
દાહોદ જિલ્લાની પ્રજાની સુખાકારીને ધ્યાને રાખી દાહોદ શહેરમાં પહેલીવાર એસ.ટી.નિગમ દ્વારા પ્રજાને દિવાળીની ભેટ સમાન એ.સી.કોચ ધરાવતી એક બસ ફાળવવામાં આવી છે જેનો રૂટ દાહોદ થી અમદાવાદ તરફનો છે.
દાહોદમાં પહેલીવાર એ.સી.૨.૨ સ્લીપર કોચ બોલ્વો બસની સુવિધા એસ.ટી.નિગમ દ્વારા શરૂ કરવામાં આવી છે. દાહોદની જનતાને એક અનેરી દિવાળી ભેટ આપી છે. દાહોદમાં એ.સી. કોચ સ્લીપર દાહોદ અમદાવાદ બસ ચાલુ કરવામાં આવી છે જેથી દાહોદ થી અમદાવાદના મુસાફરોમાં ખુશી જાવા મળી હતી.દાહોદવાસીઓની આ માંગ વર્ષાે હતી અને આજે એસટી નિગમ દ્વારા દાહોદવાસીઓને દિવાળીની ભેટ સમાજ તેઓની માંગ પુરી હતી. જાણવા મળ્યા અનુસાર ટુંક સમયમાં જ બીજી બસ શરૂ કરવામાં આવનાર છે. આ બસ દિવસમાં ૩ ટાઈમ દોડાવવામાં આવશે જેમાં દાહોદથી સવારે ૮ વાગ્યા,બપોરે ૧૨ કલાકે અને સાંજે ૭ કલાકે દાહોદથી ઉપડશે અને રેગ્યુલર સ્ટોપેજ પર ઉભી પણ રહેશે જ્યારે અમદાવાદથી સવારે ૬ કલાકે,બપોરે ૨ કલાકે અને સાંજ ૬ કલાકે આ બસ ઉપડશે.

