દાહોદ જિલ્લા માટે દિવાળી,નવાવર્ષનો સમયગાળો ગોઝરો સાબીત થયો : માર્ગ અકસ્માતના સર્જાયેલા જુદા જુદા ૯ બનાવોમાં ૮ વ્યક્તિઓના અકાળે મોત

દાહોદ તા.૧૯

દાહોદ જિલ્લા માટે દિવાળી,નવાવર્ષનો સમયગાળો ગોઝરો સાબીત થયો છે. વર્ષના પ્રારંભ સાથે જ વાહન ચાલકોની ગફલતના કારણે જિલ્લા માર્ગ અકસ્માતના સર્જાયેલા જુદા જુદા ૯ બનાવોમાં ૮ વ્યક્તિઓના અકાળે મોતને પગલે તહેવાર ટાળે મૃતકોના પરિવારજનોમાં માતમ છવાયો હતો જ્યારે આ બનાવોમાં ચાર થી પાંચ વ્યક્તિઓને શરીરે ઈજાઓ પણ પહોંચી હતી.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ શહેરમાં બનવા પામ્યો હતો જેમાં કસ્બા વિસ્તારમાં રહેતા શબ્બીરભાઈ પઠાણ ભરપોડા સર્કલથી પસાર થઈ રહ્યા હતા અને રસ્તો ક્રોસ કરી સામેના રસ્તા સુધી જતી વેળાએ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી શબ્બીરભાઈને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં શબ્બીરભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ગત તા.૧૮મી નવેમ્બરના રોજ શબ્બીરભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે શબ્બીરભાઈની બહેન રૂકશાનાબેન પઠાણે દાહોદ શહેર પોલીસ મથકે અકસ્માત સર્જનાર મોટરસાઈકલના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે ગરબાડા રોડ તરફ બનવા પામ્યો હતો જેમાં દાહોદ તાલુકાના ગલાલીયાવાડ વિસ્તારમાં રહેતા કમલેશભાઈ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ તેમના માના ઘરેથી પરત ઘરે આવી રહ્યા હતા તે સમયે એક પીક અપ ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી કમલેશભાઈની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં કમલેશભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતા અને જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજતાં આ સંબંધે ગલાલીયાવાડ વિસ્તારમાં રહેતા જગદીશભાઈ મથુરભાઈ પરમારે આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો ત્રીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે હાઈવે રોડ પર બનવા પામ્યો હતો જેમાં એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલતા જતાં મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના નવાપાડા ગામે રહેતા પ્રતાપભાઈને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં પ્રતાપભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું મોત નીપજ્યું હતુ. આ સંબંધે નવાપાડા ગામે રહેતા ઝીથરાભાઈ માનસીંગભાઈ ભુરીયાએ આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો ચોથો બનાવ ઝાલોદ તાલુકાના કાળીગામ ગુજ્જર ગામે રોડ પર બનવા પામ્યો હતો જેમાં એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સામેથી મોટરસાઈકલ લઈ આવતાં કાળીગામ ગુજ્જર ગામે રહેતા સુનીલભાઈની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં સુનિલભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાતાં તેઓનું ગત તા.૧૮મી નવેમ્બરના રોજ સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે કાળીગામ ગુજ્જર ગામે રહેતા મહેન્દ્રભાઈ સવસીંગભાઈ મુનીયાએ આ સંબંધે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો પાંચમો બનાવ જેમાં એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલતા જતાં ઝાલોદ તાલુકાના નીમવરોડ ગામે રહેતા વાલસીંગભાઈ લાલસીંગભાઈ ડાંગીને અડફેટમાં લેતા વાલસીંગભાઈને હાથે, પગે ફેક્ચર કરી મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં પોતે પણ મોટરસાઈકલ પરથી ફંગોળાતા તેને શરીરે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતુ. આ સંબંધે નીમવરોડ ગામે રહેતા ઈશ્વરભાઈ સુકલાબાઈ ડાંગીએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો છઠ્ઠો બનાવ દેવગઢ બારીઆ તાલુકાના દેગાવાડા ગામે રોડ પર બનવા પામ્યો હતો જેમાં એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ પર સવાર પસાર થઈ રહેલા ધાનપુરમાં નીચવાસ ફળિયામાં રહેતા ભુપેન્દ્રભાઈ તથા ભારતભાઈ બંન્ને જણાને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં ભપેન્દ્રભાઈ અને ભારતભાઈ બંન્ને જમીન પર પટકાતાં જે પૈકી ભુપેન્દ્રભાઈને શરીરે તથા માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ જ્યારે પાછળ બેઠેલ ભારતભાઈ અને અકસ્માત સર્જનાર મોટરસાઈકલના ચાલકને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી. આ સંબંધે ધાનપુરના નીચવાસ ફળિયામાં રહેતા કનકસિંહ પર્વતભાઈ બારીઆએ આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો સાતમો બનાવ લીમખેડા તાલુકાના જેતપુર (દુ) ગામે બનવા પામ્યો હતો જેમાં એક ઈન્ડિકા ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઈડમાં ઉભેલ પેસેન્જર ભરેલ છકડાને અડફેટમાં લેતા છકડામાં સવાર ૨૬ વર્ષીય નરેશભાઈ લાલાભાઈ રાવતને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતુ જ્યારે છકડામાં સવાર કેટલાક પેસેન્જરોને શરીરે ઈજાઓ પણ થવા પામી હતી. આ સંબંધે જેતપુર (દુ) ગામે રહેતા મુકેશભાઈ રામસીંગભાઈ રાવતે લીમખેડા પોલીસ મથકે આ સંબંધે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો આઠમો બનાવ દાહોદ તાલુકાના ખંગેલા ગામે રોડ પર બનવા પામ્યો હતો જેમાં દાહોદ તાલુકાના આગાવાડા ગામે કાળીયાકુવા ફળિયામાં રહેતા વિછીયાભાઈ ઝીથરાભાઈ ભાભોર પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પુરઝડપે અને ગફલત ભરી રીતે પસાર થતી વેળાએ અચાનક પોતાના કબજાની મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને તેઓ જમીન પર ફંગોળાયા હતા જેને પગલે વિછીયાભાઈને શરીરે તથા માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું મોત નીપજ્યું હતુ. આ સંબંધે આગાવાડા ગામે કાળીયાકુવા ફળિયામાં રહેતા ઝીથરાભાઈ મંગાભાઈ ભાભોરે આ સંબંધે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો નવમો બનાવ દાહોદ તાલુકાના વરમખેડા ગામે ગરબાડા રોડ ઉપર બનવા પામ્યો હતો જેમાં એક રેકડાના ચાલકે પોતાના કબજાના રેકડામાં પેસેન્જરો ભરી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી રસ્તાની રોંગ સાઈડ પરથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા રેકડો પલ્ટી ખાઈ ગયો હતો. રેકડો પલ્ટી ખાઈ જતાં તેમાં સવાર પેસેન્જરો પૈકી શૈલેષભાઈ, રાજુડીબેન અને સાહિલભાઈને શરીરે, હાથે, પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ સંબંધે દાહોદ તાલુકાના વરમખેડા ગામે પુંજારા ફળિયામાં રહેતા પાંગાભાઈ નરીયાભાઈ મિનામાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: