વધુ ૧૨ કોરોના પોઝીટીવ કેસો નોંધાતા દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંકડો ૨૦૧૩ ને પાર

દાહોદ તા.૨૦

દાહોદમાં આજે વધુ ૧૨ કોરોના પોઝીટીવ કેસો નોંધાતા દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંકડો ૨૦૧૩ ને પાર કરી ગયો છે. આજે વધુ૧૦ દર્દીઓને રજા અપાતાં એક્ટીવ કેસની સંખ્યા ૧૩૩ રહેવા પામી છે.

આજે આર.ટી.પી.સી.આર.ના ૩૦૭ પૈકી ૬ અને રેપીટ ટેસ્ટના ૭૩૮ પૈકી ૬ એમ ૧૨ કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. આ ૧૨ પૈકી દાહોદ અર્બનમાંથી ૬, ઝાલોદ અર્બનમાંથી ૨, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૧, લીમખેડા અર્બનમાંથી ૧, ગરબાડામાંથી ૧ અને સંજેલીમાંથી ૧ કેસનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ ૭૬ લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણના વધતા પ્રકોપને ધ્યાનમાં લઈ દાહોદ વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે શહેર સહિત જિલ્લામાં સોશીયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરાતા લોકો પર સતત નજર રાખી રહી છે સાથે જ દુકાનો, વેપાર ધંધાઓ ઉપર પણ બાજ નજર રાખી જાે કોઈ ગાઈડ લાઈનનો ભંગ કરતાં નજરે પડે છે તેવા લોકો સામે સ્થળ પરજ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: