કોરોના ગાઇડલાઇનના નિયમોના ભંગ બદલ દાહોદ જિલ્લામાં 4 દુકાનો સીલ કરાઈ
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લામાં દિવાળી અને નુતનવર્ષ બાદ અચાનક કોરોના સંક્રમણના કેસો વધતાં આરોગ્ય તંત્ર સમેત દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા એલર્ટ બન્યું છે. જાહેર સ્થળો પર અવર જવર, ભીડ ભાડવાળી જગ્યાઓ, સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવા તેમજ માસ્ક અવશ્ય પહેરવા કલેક્ટર દ્વારા રજુઆતો પણ કરવામાં આવી રહી છે પરંતુ જાણે લોકો આ સુચનાઓને નજર અંદાજે કરી રહી હોય તેમ પ્રતિત થતાં આજે દાહોદ શહેરમાં આવેલ બે દુકાનોને વહીવટી તંત્ર દ્વારા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ તેમજ સરકારની ગાઈડ લાઈનનો ભંગ બદલ સીલ કરી દેવાતાં દુકાનદાર સહિત વેપારી આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. એમ.જી.રોડ ખાતે આવેલ રાધા ક્રિષ્ણા કંગન સ્ટોર તેમજ સ્ટેશન રોડ તરફ આવેલ ભારત સાડી સેલ એમ આ બે દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી
ત્યારે બીજી તરફ એક્શનમાં આવેલા દેવગઢ બારીયાના પ્રાંત અધિકારીએ પોલીસ કાફલો તેમજ નગરપાલિકાના કર્મીઓને સાથે લઈ કોરોનાને કાબુમાં લેવા માટે સાવચેતીના પગલાં રૂપે કાર્યવાહી હાથ ધરી સરકારી ગાઈડ લાઈનનો ભંગ સબબ છેલ્લા બે દિવસમાં ચાર દુકાન સીલ કરી તેમજ એસ.એમ.એસના આ નિયમના ભંગ સબબ રૂપિયા ૨૨,૭૦૦/- નો દંડ ફટકારી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લામાં દીપાવલી પર્વ બાદ કોરોના સંક્રમણ એકદમ વધી જતા અને છેલ્લા ચાર દિવસમાં કોરોના પોઝિટિવના સત્યાસી કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું અને કોરોનાને નાથવાના પ્રયાસોમાં જોતરાયું એસ.એમ.એસ.ના નિયમનો ભંગ કરનારાઓ દંડનીય કાર્યવાહી હાથ દરવા કમર કસી છે. તેવા સમયે દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકા તંત્રએ પણ એકશનમાં આવી દંડનીય કાર્યવાહીના ભાગરૂપે દેવગઢબારીયાના પ્રાંત અધિકારીએ પોલીસ કાફલો તેમજ પાલિકાના કર્મચારીઓની ટીમને સાથે લઈ દેવગઢબારિયા નગરમાં દુકાને દુકાને ફરી એસ.એમ.એસના નિયમનો મહત્વ સમજાવી તેનું પાલન કરવા જણાવી લોકોને સાવચેત કરવાનો પ્રયાસ કર્યો હતો અને સરકારની ગાઇડ લાઇન તથા એસ.એમ.એસ.ના નિયમનો ભંગ કરવા સબબ એક દુકાને સીલ મારવામાં આવ્યું હતું. તેમજ કેટલાક લોકો સામે કાર્યવાહી હાથ ધરી બે દિવસમાં રૂ.૨૨,૭૦૦/- નો દંડ ફટકાર્યો હતો.
#Sindhuuday Dahod