દાહોદમાં આજે તારીખ ૨૩મી નવેમ્બરના રોજ વધુ ૧૬ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થવા પામ્યો
દાહોદ તા.૨૩
દાહોદમાં આજે તારીખ ૨૩મી નવેમ્બરના રોજ વધુ ૧૬ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થવા પામ્યો છે. આ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૨૦૭૦ ને આંબી ચુક્યો છે. દાહોદ જિલ્લામાં અર્બન એરીયામાં કોરોનાના કેસો વધ્યા પછી ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસોની સંખ્યા વધતી જાય છે. આજે આવેલા કોરોનાના ૧૫ કેસો પૈકી ૧૦ કેસો ગ્રામ્ય વિસ્તારના છે અને પાંચ કેસો અર્બન વિસ્તારના છે જેમાં દાહોદ એરીયાના કુલ ૦૩,દેવગઢ બારીઆમાંથી ૨ અને ઝાલોદ અર્બનમાંથી ૧ કેસોનો સમાવેશ થાય છે.
આર.ટી.પી.સી.આર.ના ૪૫૭ પૈકી ૦૯ અને રેપીટ ટેસ્ટના ૧૨૩૨ પૈકી ૦૭ મળી ૧૬ કોરોના દર્દીઓનો આજે વધુ સમાવેશ થયો છે. આ પૈકી દાહોદ અર્બનમાંથી ૦૩, ઝાલોદ અર્બનમાંથી ૦૧, ઝાલોદ ગ્રામ્યમાંથી ૧૦, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૨ કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૧૨ દર્દીઓએ હોસ્પિટલમાંથી રજા લેતાં એક્ટીવ કેસ ૧૬૫ રહેવા પામ્યા છે અત્યાર સુધી કોરોનાથી કુલ ૭૬ દર્દીઓ પોતાનો જીવ ગુમાવી બેઠા છે.
#Sindhuuday Dahod

