દાહોદના કોવીડ કેર સેન્ટર ખાતે સારવાર બાદ સ્વસ્થ થયેલા પ્રતીક શાહ જણાવે છે કે, અહીંના ડોક્ટરો છે સાચા કોરોના વોરિયર્સ

દાહોદના ઝાયડસ હોસ્પીટલમાં મારી ખૂબ જ સરસ સારવાર કરવામાં આવી. અહીંના ડોક્ટર અને મેડીકલ સ્ટાફ ખરા અર્થમાં કોરોના વોરિયર્સ છે. અહીં અમારી શારીરિક તંન્દુરસ્તી સાથે માનસિક સ્વાસ્થનું પણ ધ્યાન રાખવામાં આવે છે. દર્દીઓ માટે સારવારથી લઇને રહેવા જમવાની દરેક નાની નાની બાબતોનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે.’ આ શબ્દો છે દાહોદના શ્રી પ્રતીક જતીન શાહના. જેમને ગત તા. ૧૦ નવેમ્બરના રોજ કોરોના સંક્રમણ લાગતા દાહોદની ઝાયડસ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અત્યારે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઇને કોવીડ કેર સેન્ટરથી રજા મેળવી છે.
દાહોદના કોવીડ કેર સેન્ટર ખાતે સારવાર મળતાં અને સ્વસ્થ થયા બાદ રજા મળતા તેઓએ ઉમળકાભેર ડોક્ટર અને તમામ મેડીકલ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી પ્રતીક શાહ જણાવે છે કે, અહીંના ડોક્ટર અને સ્ટાફ દ્વારા સારવારમાં ખૂબ જ કાળજી રાખવામાં આવી હતી. ડોક્ટરો દ્વારા નિયમિત અમારૂ રૂટિન ચેકઅપ દિવસમાં બે વાર કરવામાં આવતું. સવારે હળદરવાળું દૂધ આપવામાં આવતું. ત્યાર બાદ ઉકાળો પણ આપવામાં આવતો. સવારે ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
દિવસમાં જયારે પણ ગરમ પાણી માંગીએ ત્યારે આપવામાં આવતું. સવારે ડોક્ટરો સાથે યોગા સેશનમાં પણ અમે લોકો ભાગ લેતા. સાથે અહીં રમતગમત માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. રોજે રોજ નવા માસ્ક આપવામાં આવે છે, સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે દૈનિક જરૂરિયાતનો તમામ સામાન પણ પૂરો પાડવામાં આવે છે જેથી અમને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે. ઝાયડસ હોસ્પીટલ ખાતે સારવાર બાદ થોડોક સમય કોલેજ ખાતેના કોવીડ કેર સેન્ટર ખાતે મને લઇ જવામાં આવ્યો. ત્યાં ઘરે જઇને શું ધ્યાન રાખવાનું છે, વગેરે બાબતોની સમજ આપવામાં આવી.
સૌથી સારી બાબત જો કોઇ હોય તો ડોક્ટરો દ્વારા દર્દીઓનું જે સરસ રીતે ધ્યાન રાખવામાં આવે છે અને સારવાર કરવામાં આવે છે તે. ડોક્ટરો ખૂબ જ સંમર્પણ સાથે કામ કરી રહ્યાં છે. આવા સાચા કોરોના વોરિયર્સનો ખૂબ ખૂબ ધન્યવાદ.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: