દાહોદમાં વધુ એક નાસ્તાની દુકાનને કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ સીલ કરવામાં આવી
દાહોદમાં આજે વધુ એક નાસ્તાની દુકાનને કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ સીલ કરવામાં આવી છે. દિનપ્રતિદિન વધતાં કેસોના પગલે જિલ્લાવાસીઓ સહિત આરોગ્ય તંત્રમાં ચિંતાનો વિષય તો છે જ પરંતુ દાહોદ શહેરવાસીઓ તેમજ સાથે સાથે જિલ્લાવાસીઓ કોરોના સંક્રમણના વધતાં કેસોની ગંભીરતાને ધ્યાનમાં રાખી સોશીયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક, સેનેટરાઈઝરના વપરાશનો અમલ કરે તેવી તંત્રની અપીલ છે. પરંતુ કેટલાક દુકાનદારો આવી ગંભીર પરિસ્થિતીમાં પણ કોરોના સંક્રમણનું ધ્યાન ન રાખી સોશીયલ ડિસ્ટન્સ સહિત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈનનો ભંગ કરતાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા દુકાનદારો સામે લાલઆંખ કરી દુકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અગાઉ ઘણી દુકાનોને સીલ કરી ચુકવામાં આવી છે ત્યારે આજે વધુ એક નાસ્તાની દુકાન જે એસ.વી.પટેલ રોડ ખાતે આળેલ નુરી નાસ્તાની દુકાનમાં સરકારની લાઈડ લાઈનનું કોઈ પાલન ન જણાતાં આ અંગેની જાણ એસ.ડી.એમ. સહિતની ટીમને થતાં આ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્વરીત ધોરણે દંડનીય કાર્યવાહી કરી આ નાસ્તાની દુકાનને સીલ કરી દેવામાં આવી હતી. આજે એસ.ડી.એમ. સહિતની ટીમ દાહોદ શહેરમાં તપાસ અર્થે નીકળી હતી અને જ્યાં ગાઈડલાઈનનો ભંગ જણાતા તેઓ દ્વારા સ્થળ પર જ આવી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.