સરકારે મંજુર કરેલ દિલ્હી થી મુંબઈ નેશનલ હાઈવે નંબર ૧૪૮/એન રદ કરવા સાથે ચેતવણી
દાહોદ તા.૧૬
સરકારે મંજુર કરેલ દિલ્હી થી મુંબઈ નેશનલ હાઈવે નંબર ૧૪૮/એન રદ કરવા સાથે ચેતવણી સહિતનું એક આવેદન પત્ર આજરોજ ઝાલોદ તાલુકાના સોળ જેટલા ગામોના ખેડુત ખાતેદારોએ ઝાલોદ પ્રાંત કચેરીને આપી જણાવ્યુ હતુ કે, આ મંજુર થયેલ નેશનલ હાઈવેમાં ઝાલોદ તાલુકાના ગામોમાં રહેતા ખેડુતોની જમીન આવેલી છે અને આ જમીન જ તેઓનુ રોજીરોટી તેમજ પરીવારજનોનુ ગુજરાન ચલાવવાનું એકમાત્ર †ો છે,જમીન છીનવાઈ જશે તો ખેડુતો બેઘર બની જશે.અગાઉ ઉપરોક્ત હાઈવે રદ કરવા અનેકવાર લાગતા વળગતા તંત્રને રજુઆત કરવા છતાં આજદિન સુધી આ બાબતે કોઈ ધ્યાન દોરવામાં આવ્યુ નથી જેથી આગામી તારીખ ૨૬.૧૧.૨૦૧૮ ના રોજના સમયગાળા દરમ્યાન ઉપરોક્ત નેશનલ હાઈવેની મંજુરી રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની તેમજ આંદોલનમાં જે ઘર્ષણ થશે કે કોઈ પણ અનીચ્છીનીય બનાવ બનશે તો તેની સંપુર્ણ જવાબદારી તંત્રને રહેશે જેવી ખેડુતો ચીમકી પણ ઉચ્ચારી છે.
આવેદન પત્રમાં ઝાલોદ તાલુકાના ૧૬ ગામોના ખેડુત ખાતેદારો જણાવ્યા અનુંસાર સરકારે મંજુર કરેલ દિલ્હી થી મુંબઈ નેશનલ હાઈવે નંબર ૧૪૮/એન રદ કરવા સાથે ચેતવણી સહિતનું આવેદન પત્ર આપવા માટેની ફરજ પડી હોવાનુ જણાવ્યુ હતુ વધુમાં આદિવાસી ખેડુત ખાતેદારોની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખવામાં નહી આવે અને ઉપરોક્ત હાઈવે પસાર કરવામાં આવશે તો તે દરમ્યાન જે અજુગતી ઘટનાઓ બનશે તેની તમામ જવાબદારી શાશન,પ્રશાસનની રહેશે. અગાઉ પણ ઝાલોદ તાલુકાના ખેડુતોએ આ નેશનલ હાઈવેના વિરોધમાં તા.૧૧.૦૭.૨૦૧૮ના રોજ કલેક્ટર,દાહોદને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ અને આદિવાસી ખેડુતો ખાતેદારોને વિશ્વાસમાં લીધા વિના અને ગ્રામસભામાં ચર્ચા કર્યા વિના મનસ્વી રીતે આ નેશનલ હાઈવે ઝાલોદ તાલુકાના ખેડુતોની જમીનમાંથી પસાર કરવા સર્વે કરવામાં આવ્યુ છે જે મનસ્વી રીતેનું છે અને આદિવાસી વિસ્તારમાં આદિવાસી ખેડુત સિવાય ગેર આદિવાસી કે સરકાર સંપાદન કરી ખેડુતોની જમીન છીનવી શકે નહીં જેથી આ નેશનલ હાઈવે રદ કરવો જાઈએ તેવી માંગણી કરી હતી. આ જમીનમાં આદિવાસી ખેડુતો ખેતી કરી તેની ઉપજમાંથી પરિવારજનોનુ ગુજરાન ચલાવી છે, ખેતીમાં થોડી ઘણી બચત કરી બાળકોને ભણાવે છે અને આ જમીનમાં મહેનત મજુરી કરી કાચા પાકા મકાનો તેમજ કુવા બનાવવામાં આવેલ છે અને જા જમીન છીનવાઈ જશે તો ખેડુતો ઘર વિહોણા થઈ જશે જેથી આ નેશનલ હાઈવે રદ કરવામાં આવે જેવી માંગણી સાથે વધુમાં ઉમેર્યુ હતુ કે, અનેકવાર લાગતા વળગતા તંત્રને આવેદનપત્ર,રજુઆત કરવા છતાં આજદિન સુધી કોઈ જવાબ ન મળતા ખેડુતોએ આજરોજ ઝાલોદ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી ઉપરોક્ત તમામ બાબતે ધ્યાન દોર્યુ હતુ અને જણાવ્યુ હતુ કે, જા તારીખ ૨૬.૧૧.૨૦૧૮ સુધીમાં સરકાર દ્વારા આ નેશનલ હાઈવે રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી જા આંદોલન દરમ્યાન અજુગતિ ઘટના બનશે તો તેની સંપુર્ણ જવાબદારી લાગતા વળગતા તંત્રની રહેશે તેમ ઝાલોદ તાલુકાના આદિવાસી ખેડુતોએ જણાવ્યુ હતુ.